કોરોના બાદ હવે ધીરે ધીરે થિયેટર્સ (theatres) ખુલવાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો પોતાના ફેવરિટ સ્ટાર્સને જોવા માટે સિનેમા ઘરો તરફ વળી રહ્યાં છે. ત્યારે સાઉથના ત્રણ મેગા સ્ટાર્સ (megastars in the south) પણ પોતાની ફિલ્મો સિનેમાઘરોમાં રીલિઝ કરવા માટે તૈયાર છે. આ ત્રણેય મેગાસ્ટાર્સ ભૂતકાળમાં કામ કરી ચુકેલા ડાયરેક્ટર્સની (ACTOR-DIRECTOR DUOS) ફિલ્મ સાથે જ સિનેમાઘરોમાં વાપસી કરશે.
સાઉથના મેગાસ્ટાર બાલક્રિષ્ના તેમની આગામી ફિલ્મ અખંડામાં નજરે પડશે. આ ફિલ્મનું ડાયરેક્શન બોયાપતિ શ્રીનુ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2 ડિસેમ્બર, 2021 રીલિઝ કરવામાં આવશે. સાઉથના અન્ય એક સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ સુકુમારની ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ સાથે સિનેમાધરોમાં કમબેક કરવા તૈયાર છે.
ભૂતકાળમાં સાથે કામ કરી ચૂકેલા સાઉથના જાણીતા ડાયરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસ અને મહેશ બાબુ પણ લાંબા સમય પછી આગામી પ્રોજેક્ટ માટે ફરી સાથે કામ કરતા જોવા મળશે.
આમાંના કેટલાક એક્ટર્સ આ ડાયરેક્ટર્સ સાથે બીજી વખત તો કેટલાક ત્રીજી વખત પણ કામ કરી રહ્યાં છે. અખંડાના સ્ટાર નંદામુરી બાલા ક્રિષ્ના ડાયરેક્ટર શ્રીનુ જોડે ત્રીજી વખત કામ કરવા જઈ રહ્યાં છે. આ પહેલા આ જોડી સિમ્હા અને લેજન્ડ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે.
આ જ રીતે અલ્લુ અર્જુન અને સુકુમાર પુષ્પા માટે બીજી વખત એકસાથે આવ્યા છે. રશ્મિ મંધાન્ના સાથેની અલ્લુ અર્જુનની આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થવાની શક્યતા છે. પુષ્પા પહેલા અલ્લુ અર્જુન અને સુકુમાર આર્યા અને આર્યા 2માં એકસાથે કામ કરી ચુક્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ક્રિસમસ પર ફિલ્મ રીલિઝ કરવામાં આવશે.
મહેશ બાબુ અને ત્રિવિક્રમ શ્રીનિવાસ આ પહેલા અથાડુ અને ખલેજા નામની ફિલ્મોમાં એકસાથે કામ કરી ચુક્યા છે. મહેશ બાબુની આગામી ફિલ્મ સરકારુ વારી પાતાનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તે ત્રિવિક્રમ સાથે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. એનટીઆર અને એસએસ. રાજામૌલી પહેલા સ્ટુડન્ટ નં. 1, સિમ્હાદ્રી અને યામાડોન્ગામાં સાથે કામ કરી ચુક્યાં છે.
જનથા ગેરાજ બાદ NTR Jr કોરાટાલા સિવા સાથે કામ કરશે. રામ કુમાર પણ મગધીરા પછી એસએસ રાજામૌલી સાથે ફરી એકવાર કામ કરશે. આ જ રીતે રામ ચરણ વમ્શી પૈડીપલ્લી સાથે, વરુણ તેજ અનિલ રવિપુડી સાથે અને નાગાર્જુન કલ્યાણ ક્રિષ્ના સાથે ફરી એકવાર કામ કરવા તૈયાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર