ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નિલેકણી (Nandan Nilekani) અને સમાજસેવી રોહિણી નિલેકણી (Rohini Nilekani)એ શનિવારે એક વિડીયો શેર કર્યો હતો. જેમાં સાયા નામની બ્લેક પેન્થર (Black Panther) અને દીપડા (Leopard) વચ્ચે એન્કાઉન્ટર થઈ ગયું. આ વિડીયો કર્ણાટકના હુંસુરની કબીની વાઈલ્ડલાઈફ સેન્ચુરી (Kabini Wildlife Sanctuary)નો છે.
નંદને આ વિડીયો શેર કરતાં તેના કૅપ્શનમાં લખ્યું, 'આજે 6 માર્ચે કબીની વાઈલ્ડલાઈફ સેન્ચુરીમાં આ જોયું. બ્લેક પેન્થર અને તેના વિરોધી સ્કારફેસ વચ્ચે વધુ એક મુકાબલો!' આ ક્લિપ 54 સેકંડ્સની છે, જેમાં બંને હરીફ એક ઝાડ પર લડી રહ્યા છે.
Saw today, 6th March, in Kabini wild life sanctuary -- another epic encounter between the Black Panther and his adversary Scarface! Video credit: Vijay Prabhu. pic.twitter.com/151Ip1bMGz
આ વિડીયોને અત્યાર સુધીમાં 98 હજાર વ્યૂઝ મળી ચુક્યા છે. તેમજ તેને કમેન્ટ્સ પણ મળી છે. જોકે, ઘણા લોકો એ જાણવા ઉત્સુક છે કે બ્લેક પેન્થર અને દીપડાની આ લડાઈનું શું પરિણામ આવ્યું.
આ વિડીયો પર યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, આ એક સ્વપ્ન જેવું છે, લાગે છે કે આ હકીકત નથી, શેર કરવા બદલ ધન્યવાદ સર. જ્યારે અન્ય યુઝરે લખ્યું છે, 'વાહ નંદન, તમે કેટલા ભાગ્યશાળી છો કે તમને આ જોવા મળ્યું. આવું થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, આ વિડીયો જોવો એક અદભુત અનુભવ છે.'
ત્યારે અન્ય યુઝરે નંદનને કહ્યું કે, 'તમારે આ લોકેશનનો ઉલ્લેખ નહોતો કરવો જોઈતો, કારણ કે તેમ કરવાથી શિકાર થવાની સંભાવના વધે છે.'
The prequel – Black Panther planning his encounter with Scarface – pic by Rohini Nilekani, who as usual delivered another outstanding Kabini experience! pic.twitter.com/4BtNhNLbCV
નંદને તેની પત્ની રોહિણીએ ક્લિક કરેલી બ્લેક પેંથરની તસ્વીર પણ શેર કરી હતી. ડેક્કન હેરાલ્ડ મુજબ, રોહિણીને કબીની વાઇલ્ડલાઇફ સેન્ચુરી ખુબ ગમે છે, તેમજ તે તેની સ્પેશ્યલ જગ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર