35 વર્ષ પહેલા આ બાળકીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું લંગૂરનું હૃદય, જાણો પછી શું થયુ હતું

News18 Gujarati
Updated: October 27, 2019, 10:43 PM IST
35 વર્ષ પહેલા આ બાળકીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું લંગૂરનું હૃદય, જાણો પછી શું થયુ હતું
ડૉક્ટર અને બેબી ફાયની તસવીર

જન્મ દરમિયાન તેનું હૃદયનો ડાબો ભાગ વિકસિત ન્હોતો થયો. જે એક દુર્લભ જન્મજાત હૃદય રોગ છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ વિજ્ઞાન (Science)એ અનેક કારનામા બતાવ્યા છે જેના વિશે માણસ ક્યારેય કલ્પના પણ નથી કરી. આ પ્રકરાની વિજ્ઞાનની આ ઘટના બની હતી જેના વિશે જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો. 35 વર્ષ પહેલા 1985માં એક બાળકીના શરીરમાં લંગૂર (Baboon)નું હૃદય લગાવવામાં આવ્યું હતું. જોકે, આ બાળકી બે સપ્તાહ સુધી જીવતી રહી હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું. બાળકીનું મોત તો થયું પરંતુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી આખી દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.

14 ઑક્ટોબર 1984ના દિવસે બાળકીનો જન્મ થયો હતો. જેનું નામ સ્ટેફની ફે બેઇક્વાયર હતું. ત્યારબાદ તેનું નામ બેબી ફાય (Baby Fae) નામથી ચર્ચિત બની હતી. જન્મ દરમિયાન તેનું હૃદયનો ડાબો ભાગ વિકસિત ન્હોતો થયો. જે એક દુર્લભ જન્મજાત હૃદય રોગ છે. આ પ્રકારના બાળકો આશરે બે અઠવાડિયા સુધી જીવીત રહે છે. પરંતુ ફાયના શરીરમાં લંગૂરનું હૃદય લગાવ્યાના બે અઠવાડિયાસુધી જીવતી રહી હતી.

આ પણ વાંચોઃ-દિવાળીના તહેવારોમાં નિરોગી રહેવાનો આ છે રામબાણ ઉપાય

35 વર્ષ પહેલા બેબી ફાયના શરીરમાં લંગૂરનું હૃદય ટ્રાન્સપ્લાટ કરવામાં આવ્યું હતું. ડૉ. લિયોનાર્ડ બેલીએ જણાવ્યું હતું કે, હાઇપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિંડ્રોમ સાથે જન્મી હતી. આ હાલતમાં બે સપ્તાહ સુધી જ જીવીત રહી શકે એમ હતી. ફાયની માતા પાસે બે વિકલ્પ હતા. એક તો તે હોસ્પિટલમાં બાળકીને ઇલાજ માટે રાખતી અથવા તો તે ઘરે રાખીને મરવાની રાહ જોતી. આવી સ્થિતિમાં ડૉ બેલીના દિમાગમાં નવો વિચાર આવ્યો હતો.

આ પણ વાંચોઃ-દિવાળીમાં ફટાકડા ફોટતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ?

બેલીના દિમાગમાં બાળકીના શરીરમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વિચાર આવ્યો હતો. ડૉક્ટરનું માનવું હતું કે, ટ્રાન્સપ્લાન્ટથી બાળકીને સાજી કરી શકાય છે. જોકે, એક માણસનું હૃદય બીજા માણસમાં ટ્રાન્સપ્લાન્ટ થવાનું શરુ થયું હતું. પરંતુ ફાયના કેસમાં ટેન્શનની વાત હતી કે નાની બાળકીને કોણ હૃદય આપે. એ સમયે સુધી એકપણ ડૉક્ટરોએ આટલી નાની બાળકીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું ન્હોતું.
Loading...

આ પણ વાંચોઃ-Diwali2019: ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેતાં પહેલાં આ વાતોનું ધ્યાન રાખો

26 ઑક્ટોબર 1984માં જ્યારે ફાયની તબીયત વધારે બગડવા લાગી ત્યારે ડૉક્ટરે લંગૂરનું હાર્ટ લગાવવાનો નિર્ણય કર્યો હતો. અને ફાયમાં તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. ઑપરેશન સફળ રહ્યું હતું અને ફાયના શરીરમાં નવું દિલ ધડકવા લાગ્યું હતું. ત્યાર બાદ ફાય 14 દિવસ સુધી જીવતી રી હતી. અને 15 નવેમ્બર 1984 બેબી ફાયનું મોત થયું હતું.
First published: October 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...