જો પ્લેન અમેરિકા કે ભારત સિવાય કોઈ બીજા દેશની સીમામાં પણ છે, તો બાળકના પેરેન્ટ્સ એ દેશની નાગરિકતા માંગી શકે છે.
કોઈપણ વ્યક્તિની નાગરિકતા તેના દેશનું મૂળ જણાવે છે. નાગરિકતાના આધારે તેને એ દેશમાં મળનારી બધી જ સુવિધાઓ મળે છે. પરંતુ, જો કોઈ ફ્લાઈટમાં જન્મે તો આખરે તેને કયા દેશની નાગરિકતા મળશે?
દુનિયાની દરેક વ્યક્તિ માટે તેની નાગરિકતા જીવન જીવવાનો આધાર હોય છે. વ્યક્તિને જે દેશની નાગરિકતા મળે છે, તે એ દેશના કાયદા અને નિયમોથી બંધાઈ જાય છે. આ ઉપરાંત નાગરિકતાના આધારે તેને એ દેશમાં મળનારી બધી જ સુવિધાઓ મળે છે. નાગરિકતા વિના વ્યક્તિ દેશમાં ઘણા નિયમોથી બંધાયેલ રહે છે. આ પછી તેણે વિઝાના આધારે પોતાનું સ્ટે પૂરું કરવું પડે છે. જો કોઈ વ્યક્તિએ ભારતમાં જન્મ લીધો હોય તો તેનો પૂરેપૂરો અધિકાર છે ભારતની નાગરિકતા (Indian Citizenship) મેળવવાનો. ભલે તેના મા-બાપ પાસે અહીંની નાગરિકતા ન હોય. પરંતુ, જો કોઈ હવામાં જન્મે તો આખરે તેને કયા દેશની નાગરિકતા મળશે?
આ વાતને ઉદાહરણથી સમજીએ. ભારતથી કોઈ પ્રેગ્નન્ટ મહિલા વિમાનમાં બેસીને અમેરિકા જાય છે. અચાનક પ્લેનમાં તેને લેબર પેઇન શરુ થઈ જાય છે. હવે તે કોઈ દેશમાં નહીં, પણ આકાશમાં છે. ત્યાં પેદા થયેલું બાળક ભારતનું થશે કે અમેરિકાનું?
આ સવાલનો જવાબ બહુ જટિલ છે અને ઘણી બાબતો પર આધાર રાખે છે. આ વાતનો નિર્ણય એ પરથી લેવાય છે કે બાળકના જન્મ સમયે પ્લેન કઈ દેશની હદમાં છે. જો પ્લેન અમેરિકા કે ઇન્ડિયા સિવાય કોઈ બીજા દેશની સીમામાં પણ છે, તો બાળકના પેરેન્ટ્સ એ દેશની નાગરિકતા માંગી શકે છે.
જો પ્લેન અમેરિકાની સીમામાં છે તો એરપોર્ટ પર ઉતરીને ભારતીય મા-બાપ પોતાના બાળક માટે અમેરિકી નાગરિકતાનું સર્ટીફિકેટ લઈ શકે છે. તો મામલાને ઉલટો કરી દઈએ અને અમેરિકાથી ભારત આવી રહી વિદેશી મહિલાએ જો ભર્તી સીમામાં બાળકને જન્મ આપ્યો છે તો એ પણ પોતાના બાળક માટે ભારતની નાગરિકતા માંગી શકે છે. જોકે, આ પછી બાળકને અમેરિકાની નાગરિકતા નહીં મળી શકે કેમકે ભારતમાં સિંગલ સિટિઝનશિપનો કોન્સેપ્ટ ચાલે છે.
નાગરિકતાનો આ મુદ્દો જટિલ ન બને એ માટે ભારતની એરલાઇન્સમાં ઘણાં નિયમો છે. ભારતમાં 7 મહિનાથી વધુની ગર્ભવતીને હવાઈ યાત્રા કરતી અટકાવી શકાય છે. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ મહિલા એરોપ્લેનથી ટ્રાવેલ કરી શકે છે. દરેક દેશ્નમાં નાગરિકતાને લઈને અલગ-અલગ કાયદા છે. આ જ કાનૂનના આધારે લોકો પોતાના બાળક માટે નાગરિકતાની ડિમાન્ડ કરે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર