Home /News /eye-catcher /

OMG! મહિલાએ જાહેરમાં બોસ સાથે કર્યો દુર્વ્યવહાર, પછી કોર્ટમાં જઈને લાખોનું લીધુ વળતર!

OMG! મહિલાએ જાહેરમાં બોસ સાથે કર્યો દુર્વ્યવહાર, પછી કોર્ટમાં જઈને લાખોનું લીધુ વળતર!

પ્રતિકાત્મક તસવીર

કેટલીક વાર આપણે ગુસ્સામાં એવું કંઈક કરીએ છીએ જે ન કરવું જોઈએ. ગુસ્સામાં કોઈને ગાળો આપવી કે મારવા જેવા કૃત્યો કર્યે (Woman Abuses Boss) છે. ઓસ્ટ્રેલિયા (Australia News)માં એક મહિલા (Woman Insults Everyone in Office) સાથે પણ આવું જ બન્યું હતું.

વધુ જુઓ ...
    Ajab-Gajab: દુનિયામાં વિચિત્ર લોકોની કમી નથી. કેટલાક લોકોને (Woman Abuses Boss) બીજા સાથે ખરાબ વ્યવહાર કર્યા બાદ તેનો એહસાસ થાય છે તો કટલાક એવા લોકો છે જેઓ તેમના શબ્દોને વળગી રહે છે. ઓસ્ટ્રેલિયા (Australia)માં એક મહિલાએ પણ આવું જ કર્યું હતું. તેણે પોતાની જ કંપનીના બોસ (Woman Insults Everyone in Office) સાથે ગેરવર્તણૂક કરી અને બાદમાં કંપની સામે કેસ દાખલ કર્યો હતો. નવાઈની વાત એ છે કે કંપનીએ તેને વળતર ચૂકવવું પડ્યું હતું (Woman Gets Compensation Even After Misbehave).

    હકીકતમાં, મહિલાના દુર્વ્યવહારને ધ્યાનમાં રાખીને કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી, પરંતુ મહિલાને હજી પણ તેની ભૂલનો અહેસાસ થયો ન હતો. ઉલટી મહિલાએ સ્થાનિક ટ્રિબ્યુનલમાં તેની પોતાની કંપની સામે કેસ ફટકાર્યો હતો. હવે કંપની આ મહિલાને 4,56,000 રૂપિયાનું વળતર પણ ચૂકવી રહી છે.

    આ પણ વાંચો: વરઘોડામાં વરરાજાની બગીમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ…જુઓ વિડીઓ

    મહિલાએ બોસ સાથે દુર્વ્યવહાર કર્યો
    ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, 56 વર્ષીય મહિલાએ ઓફિસના તમામ કર્મચારીઓની સામે તેના બોસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જ્યારે બોસને આ વિશે જાણ થઈ ત્યારે તેણે મેનેજમેન્ટ સાથે મળીને પગલું ભર્યું અને મહિલાને તરત જ કાઢી મૂકવામાં આવી. તેને કહેવામાં આવતા જ મહિલાએ સ્થાનિક કોર્ટમાં કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મહિલા પર ઓફિસમાં વરિષ્ઠ કર્મચારીઓના કપડાં અને શરીર પર વિચિત્ર ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અંગેના પુરાવા પણ કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: OMG! કિશોરને ઈન્સ્ટાગ્રામ પર ફાંસીનું રીલ્સ બનાવવું પડ્યું ભારે, પગ લપસ્યો અને ગયો જીવ

    આરોપો સાચા સાબિત થયા, છતાં મળ્યું વળતર
    મહિલા સામેના આરોપોની તપાસ કરવામાં આવી હતી અને તે તદ્દન સાચા સાબિત થયા હતા. આમ છતાં કોર્ટે કંપનીને મહિલાને 4,56,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે તેઓ નોટિસ વિના કર્મચારીને નોકરીમાંથી કાઢી શકે નહીં. કોર્ટે કહ્યું કે આરોપો બાદ પણ મહિલા વળતર મેળવવા માટે હકદાર છે અને તેને તેના એક મહિનાના પગારના આધારે વળતર આપવું જોઈએ.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, OMG News, Women મહિલા, અજબગજબ

    આગામી સમાચાર