Home /News /eye-catcher /અંતિમ ક્ષણોમાં પિતાએ પુત્રને આપી આવી સલાહ, પુત્ર થયો રાતોરાત કરોડપતિ

અંતિમ ક્ષણોમાં પિતાએ પુત્રને આપી આવી સલાહ, પુત્ર થયો રાતોરાત કરોડપતિ

પ્રતિકાત્મક તસવીર

નસીબ એવું છે જે ગમે ત્યારે પલટાઇ જાય છે. આજે રાજા તો કાલે રંગ બનાવી દે છે. આજે જે રંગ છે એને રાજા બનાવી દે છે.

    નસીબ એવું છે જે ગમે ત્યારે પલટાઇ જાય છે. આજે રાજા તો કાલે રંગ બનાવી દે છે. આજે જે રંગ છે એને રાજા બનાવી દે છે. સમયની ઊંચનીચ દરેક વ્યક્તિના જીવનનો ભાગ છે. આવી સ્થિતિમાં માણસને ધિરજથી કામ લેવું જોઇએ. છેવટે એમને જ વિજય મળે છે જેમણે મહેનત સાથે ધિરજથી કામ દીધું હોય. અહીં તમને એવા જ કિસ્સા વિશે વાત કરીશું જેનાથી એ નક્કી થશે કે માણસે ક્યારેય હાર માનવી ન જોઇએ. ઓસ્ટ્રેલિયાના એક માણસને 8 મિલિયન ડોલર એટલે કે 50 કરોડ રૂપિયાની લોટરી જીત્યો છે.

    ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેનારા એક યુવકને પિતાએ જિંદગીના છેલ્લા સમયમાં પોતાના પુત્ર સામે છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી. પિતાની આ ઇચ્છાએ પુત્રને કરોડપતિ બનાવી દીધો. પિતાની છેલ્લી ઇચ્છા એક ખાસ નંબરની લોટરી ટિકિટ ખરીદવાની હતી. યુવકના પિતા છેલ્લા 20 વર્ષથી 7 નંબરની લોટરી ટિકિટ ખરીદતા રહ્યા હતા. પરંતુ તેઓ ક્યારે જીત્યા ન્હોતા.

    જોકે, આ નંબર ઉપર તેમને પહેલાથી જ વિશ્વાસ હતો. મૃત્યુના છેલ્લા ક્ષણોમાં તેમણે પોતાના પુત્રને આ નંબરની લોટરી ટિકિટ ખરીદવાનું કહ્યું હતું. પિતાની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે પુત્રએ પિતાના જણાવ્યા પ્રમાણેના નંબરની ટિકિટ લીધી. તેને સહેજપણ અંદાજ ન્હોતો કે તેની કિસ્મત બદલાવા જઇ રહી છે.

    આ વખતે તેના હાથમાં જેકપોટ લાગ્યો છે. જ્યારે તેને ખબર પડી કે આ લોટરી તે જીત્યો છે. ત્યારે તે ખુબ જ ખુશ થયો હતો. તેની કહેવું છે કે, તેણે આ લોટરી તેના પિતાના કહેવાથી ખરીદી હતી. કારણ કે તેમની છેલ્લી ઇચ્છા હતી. આનો સંપૂર્ણ શ્રેય તેમના પિતાને આપ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: OMG story

    विज्ञापन
    विज्ञापन