Home /News /eye-catcher /સતત 107 દિવસથી મેરાથોનમાં આ મહિલા દોડે છે, આખરે વર્લ્ડ રેકોર્ડ બનાવીને જ ઝંપી; જુઓ Video
સતત 107 દિવસથી મેરાથોનમાં આ મહિલા દોડે છે, આખરે વર્લ્ડ રેકોર્ડ બનાવીને જ ઝંપી; જુઓ Video
ઓસ્ટ્રેલિયન મહિલાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
World Record Marathon: 106 મેરાથોનનો છેલ્લો વિશ્વ રેકોર્ડ ઓગસ્ટમાં બ્રિટિશ ધાવક કેટ જેડેને બનાવ્યો હતો. એર્ચાના મુરે પ્રોજેક્ટ ટિપ ટૂ ટો 2022 અંતર્ગત વન્યજીવ સંરક્ષણ માટે અભિયાન ચલાવી રહી છે.
World Record Marathon: મેરાથોનમાં ભાગ લેવો તે મોટી વાત છે અને પછી આ રેસ પૂરી કરવી તે સૌથી મોટી મંઝિલ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની એક મહિલા 107 દિવસોથી સતત મેરેથોનમાં ભાગ તો લે છે જ, સાથે સાથે તેને પૂરી પણ કરે છે. હવે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયું છે. 32 વર્ષીય અર્ચાના મુરે-બાર્ટલેટે આ વર્ષે ઓગસ્ટમાં ક્વિસલેન્ડના કેપ યોર્કમાં મેરેથોનની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહિલાઓ માટે મેરેથોન રેસ 42.195 કિલોમીટરની હોય છે.
32 વર્ષીય આ મહિલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અદ્ભુત ઉપલબ્ધિ હાંસલ કરવાની એક ક્લિપ શેર કરી છે. ફિનિશ લાઇન પર લોકો ઊભા હોય છે અને તેની રાહ જોઈ રહ્યા હોય છે. એર્ચાના મુરે જણાવે છે કે, આ તેમની મેરાથોન યાત્રાનો અંત નથી. 150નું જે લક્ષ્ય છે તે જીતવા માગે છે. તેમણે જોખમભર્યા વન્યજીવના રક્ષણ માટે અંદાજે 50 હજાર ડોલર અંદાજે 41 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
કોમેન્ટ સેક્શનમાં મેરાથોન જીતનારા માટે ખૂબ મોટી સંખ્યામાં વધામણાં આવતા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યુ હતુ કે, તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને હકીકતમાં તે એક મોટી ઉપલબ્ધિ છે. એક યૂઝરે લખ્યુ હતુ કે, ‘શુભેચ્છાઓ એરચના! હું બહુ ખુશ છું કે તમે અહીં યુકેમાં લોકોને પ્રેરણા આપી રહ્યા છો.’ અન્ય એક યુઝરે લખ્યુ હતુ કે, ‘કેટલી મોટી ઉપલબ્ધિ છે.’
106 મેરેથોનનો છેલ્લો વિશ્વ રેકોર્ડ ઓગસ્ટમાં બ્રિટિશર કેટ જેડેને બનાવ્યો હતો. એર્ચાના મુરે તેમના પ્રોજેક્ટ ટૂ ટો 2022ની સાથે વન્યજીવ સંરક્ષણ માટે અભિયાન ચલાવી રહી છે. તે કેપ યોર્કમાં શરૂ કરવામાં આવ્યું હતું અને ઓસ્ટ્રેલિયાના ઉત્તરી ટીપના રૂપમાં ગણવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર