મહિલાએ 6 કિલોની બાળકીને જન્મ આપ્યો, લોકોએ કહ્યું- 'બેબી સૂમો રેસલર'

ઑસ્ટ્રેલિયામાં મહિલાએ 6 કિલોની બાળકીને જન્મ આપ્યો.

હૉસ્પિટલમાં બાળકીને જોવા ભીડ એકત્ર થઈ, મહિલાએ આ પહેલા 5.5 કિલોની બાળકીને આપ્યો હતો જન્મ

 • Share this:
  સિડની : ઑસ્ટ્રેલિયા (Australia)ના સિડનીમાં એક 27 વર્ષીય મહિલાએ 5.88 કિલોની બાળકને જન્મ (Birth) આપ્યો છે. ન્યૂ સાઉથ વેલ્સના વૉલોગોંગ હૉસ્પિટલમાં એમ્મા નામની એક મહિલાએ 38 હપ્તાની પ્રેગનન્સી બાદ આટલા વજનની બાળકીને જન્મ આપ્યો. એમ્માએ આ બાળકીનું નામ રેમી રાખ્યું છે. બાળકીનું વજન જોતાં હૉસ્પિટલ સ્ટાફ અને માતા પણ આશ્ચર્યમાં મૂકાઈ. બીજી તરફ લોકો બાળકીને 'બેબી સુમો રેસલર' (Baby Sumo Wrestler) કહી રહ્યા છે.

  ઇમરજન્સી રિઝેરિયન દ્વારા બાળકની ડિલીવરી થઈ. ડૉક્ટરોએ મહિલા અને બાળકી બંનેને સ્વસ્થ કહ્યા છે. 27 વર્ષની એમ્માએ જણાવ્યું કે, 35માં સપ્તાહમાં તેણે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું, ત્યારે બાળકીનું વજન 4 કિલોગ્રામ હતું. પરંતુ ધીમેધીમે બાળકીનું વજન વધતું રહ્યું. એમ્માએ કહ્યુ કે તેને ડાયાબિટીસ છે તેથી તેનું વજન સામાન્ય કરતાં વધારે રહેશે તે વાત તેને ખબર હતી.

  મહિલાએ આ પહેલા 5.5 કિલોની બાળકીને આપ્યો હતો જન્મ.


  મહિલા પહેલા પણ 5.5 કિલોની બાળકીને આપી ચૂકી છે જન્મ

  બાળકીના પિતા ડેનિયલે કહ્યુ કે, આ અમારું ત્રીજું સંતાન છે. જે આટલા વજન સાથે જન્મ્યું છે. આ પહેલા બે વર્ષ પહેલા તેમની દીકરી વિલોય 5.5 કિલો અને 4 વર્ષ પહેલા દીકરો એશ 3.8 કિલો વજનના જન્મ્યા હતા. ડેનિયલે જણાવ્યું કે, રેમી હૉસ્પિટલમાં જન્મેલી સૌથી ભારે બાળકી છે. તેને જોવા માટે હૉસ્પિટલમાં ભીડ એકત્ર થઈ ગઈ હતી.

  ઑસ્ટ્રેલિયામાં 40 ટકા બાળકો 3.5 વજનના જન્મે છે

  હૉસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે સામાન્ય રીતે ઑસ્ટ્રેલિયામાં જન્મ લેનારા બાળકોનું સરેરાશ વજન માત્ર 3.3 કિલો હોય છે. ઑસ્ટ્રેલિયામાં 40 ટકા બાળકો 3.5 કિલોથી વધુના જન્મે છે. રેમીનું વજન તેનાથી 1.2 ટકા વધુ છે.

  આ પણ વાંચો,

  OMG! પ્રી-મેચ્યોર ડિલિવરીમાં મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો
  અહીં બાળકોને કુપોષણથી બચાવવા માટે ગરમ સળિયાના ડામ અપાય છે!
  Published by:Mrunal Bhojak
  First published: