Social Media Viral: સાપ (Snake) સુંદર અને મનોહર જીવ છે. બ્રોડી મોસ નામના એક ઓસ્ટ્રેલિયન યુટ્યુબરે (Australian YouTuber Brodie Moss) સમુદ્રમાં પેડલ-બોર્ડિંગ (Paddle Boarding) કરતી વખતે તેની પાસે આવતા એક સાપનો વિડીયો શેર કર્યો હતો.
તેણે રૂંવાડા ઉભા કરી દે તેવો આ અનુભવ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો હતો. આ રીલ શેર કર્યા બાદ તેને એક મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. જોકે, વિડીયો શૂટ કરવા દરમિયાન મોસ (Brodie Moss) એટલો ડરતો નથી. પરંતુ તે સાપને તેની પાસે આવતા જોઈને ઉત્સાહિત થાય છે. જોક,એ તેના મોઢામાંથી ચીસ નીકળી જાય છે કે, “આ કેટલું ભયાનક છે.”
રીલના કેપ્શનમાં તેણે સાપ તેની પાસે આવવા પાછળનું કારણ સમજાવ્યું છે. તેણે લખ્યું, “દરિયાઈ સાપ સામાન્ય રીતે મનુષ્યોથી દૂર રહે છે. જોકે, તેઓ વર્ષ દરમિયાન આ સમયે ખૂબ જ સક્રિય રહે છે, કારણ કે તેઓ સેક્સ્યુઅલી નિરાશ અને આક્રમક હોય છે. આ દરમિયાન તેઓ પાર્ટનર માટે સંભવિત સાથીની શોધ કરતા હોય છે.” વીડિયોમાં જોઈ શકાય છે કે, સાપ પાણીમાં ફરી અદૃશ્ય થઈ જાય તે પહેલાં પેડલબોર્ડ પર એક ક્ષણ માટે ચઢી જાય છે.
આ વિડીયો પર ઇન્સ્ટાગ્રામ યુઝર્સ તરફથી આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ મળી છે. એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું, "Cheeky little sea noodle," તમે મને સ્ટીવ ઈરવિનની ખૂબ યાદ અપાવો છો, જેના કારણે મને તમારા વિડીયો અને તમે પસંદ છો." ઉલ્લેખનીય છે કે, સ્ટીવ ઇરવિન એક પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ઝૂકીપર હતો. જેણે 2006માં સ્ટિંગરે સાથે અકસ્માત બાદ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વિડીયોને જોયા બાદ એક યુઝરે તેને માઇક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર શેર કર્યો હતો. અહીં, આ વિડીયોને 5 મિલિયનથી વધુ વ્યૂઝ અને યુઝર્સની અવનવી પ્રતિક્રિયાઓ મળી હતી.
ટ્વિટર પર વિડીયો શેર કરતાં યુઝરે કહ્યું, "ઓસ્ટ્રેલિયનો વાસ્તવિક લોકો નથી," તેણે હકીકત તરફ સંકેત આપતા કહ્યું- 'ઓસ્ટ્રેલિયનો વિવિધ પ્રકારના સુંદર અને વિચિત્ર જીવોથી ઘેરાયેલા છે અને હવે તેમને તેની ટેવ પડી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, કોરલ રીફ સાપ દરિયાઈ સર્પ છે, જે મોટાભાગે સમુદ્રના તળિયે રહે છે. છતાં તેઓ ભાગ્યે જ માણસોના સંપર્કમાં આવે છે. આ સાપ અત્યંત ઝેરી હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર