Home /News /eye-catcher /6 કિમી મુસાફરીનું બિલ આવ્યું 32 લાખ, ઉબર બુક કરતા લોકોનું મીટર નહીં મગજ ફરી જાય એવો કિસ્સો!

6 કિમી મુસાફરીનું બિલ આવ્યું 32 લાખ, ઉબર બુક કરતા લોકોનું મીટર નહીં મગજ ફરી જાય એવો કિસ્સો!

Uber Bill 32 lakhs: ઉબર જેવી કેબ સર્વિસ યુઝ કરતા લોકોને ઝટકો લાગે એવી ઘટના બની છે. આ ઘટનામાં 15 મિનિટ માટે 6 કિમી મુસાફરી કરનાર વ્યક્તિને 32 લાખ બિલ પકડાવી દેવામાં આવ્યું હતું.

Uber Bill 32 lakhs: ઉબર જેવી કેબ સર્વિસ યુઝ કરતા લોકોને ઝટકો લાગે એવી ઘટના બની છે. આ ઘટનામાં 15 મિનિટ માટે 6 કિમી મુસાફરી કરનાર વ્યક્તિને 32 લાખ બિલ પકડાવી દેવામાં આવ્યું હતું.

6 કિલોમીટરની મુસાફરી માટે કેબ કંપનીએ એક યુવક પાસેથી 32 લાખ રૂપિયા ચાર્જ (Cab Company Charged 32 lakh Rs. for 6 km) કર્યા હતા. આટલું મોટું બિલ જોઈને ઉબર કેબ (Uber Cab) બુક કરાવનાર યુવકના હોંશ ઉડી ગયા હતા. તેણે તરત જ કંપનીની કસ્ટમર કેર સર્વિસની મદદ લેવા માટે ફોન કરી દીધો હતો. જે બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

32 લાખનું બિલ જોઇને ઉડી ગયા હોંશ

બધું બરાબર ચાલતું હતું. ઓલિવર ટૅક્સીમાં બેઠો અને પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચ્યો હતો. ત્યાં તેણે પાર્ટી કરી અને પછી રાત્રે ઘરે પરત ફર્યો હતો. પરંતુ જ્યારે ઓલિવર સવારે ઉઠીને પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ ચેક કર્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે કેબનું બિલ 32 લાખ રૂપિયાથી વધુ આવ્યું હતું.

કઇ રીતે થઇ ગરબડ?

બન્યું એવું કે ઓલિવરે યુકેના માન્ચેસ્ટરમાં પોતાનું ડ્રોપ-ઓફ લોકેશન સેટ કર્યુ હતું. પરંતુ ભૂલથી તેણે ઓસ્ટ્રેલિયાને લોકેશન સેટ કરી દીધું હતું. આ કારણે ઉબરે તેને 32 લાખનું બિલ પકડાવ્યું હતું.

આ પણ વાંચો: ગુપ્ત જગ્યાએ સોનું છુપાવીને મહિલાઓ કરતી હતી દાણચોરી, કસ્ટમ વિભાગે જુઓ કેવી રીતે ઝડપી

ખાતામાં પૈસાના અભાવે ન કપાયા પૈસા

તે વ્યક્તિએ કહ્યું કે મારું નસીબ સારું છે કે મારા ખાતામાં પૂરતા પૈસા નહોતા કે તે રકમ લઈ શકાય. જો મારી પાસે તેટલા પૈસા હોત, તો મારે રિફંડ માટે તેમનો પીછો કરવો પડ્યો હોત. જે મને તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીમાં મૂકી દેત.



ઉબરે આપ્યો રીપ્લાય

જોકે, કસ્ટમર કેર સાથે વાત કર્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને ઓલિવરને માત્ર 900 રૂપિયા જ ચૂકવવા પડ્યા હતા. ઓલિવર 15 મિનિટમાં લગભગ 6 કિલોમીટર ચાલ્યો. પરંતુ ખોટું લોકેશન નક્કી કરવાને કારણે લાખોનું બિલ આવી ગયું હતું. ઉબેર કસ્ટમર કેર ટીમે આ ઘટનાનો જવાબ આપ્યો છે. ઉબરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓલિવર દ્વારા જેવો આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે તરત જ અમે ભાડું ઠીક કરી લીધું. કોઈ પણ પ્રકારની અસુવિધા માટે અમે દિલગીર છીએ." એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ટેક્નિકલ ખામીને કારણે આ સ્થળ વિચવૂડ (માન્ચેસ્ટર)ના પબમાંથી વિચવૂડ (ઓસ્ટ્રેલિયા)ના એક પાર્કમાં સ્વિચ થઇ ગયું હતું. જોકે, બાદમાં બધું બરાબર થઇ ગયું હતું.
First published:

Tags: Ajab Gajab, Australia, Charges, Uber, અજબ ગજબ, ઓસ્ટ્રેલિયા