શા માટે USથી 13 હજાર કિલોમીટર ઉડીને આવેલા એક કબૂતરને મારવા માંગે છે ઓસ્ટ્રેલિયા?

શા માટે USથી 13 હજાર કિલોમીટર ઉડીને આવેલા એક કબૂતરને મારવા માંગે છે ઓસ્ટ્રેલિયા?
13 હજાર કિલોમીટર ઊડીને કબૂતર ઑસ્ટ્રેલિયા પહોંચ્યું.

રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે ઓક્ટોબરમાં આ સફેદ કબૂતર અમેરિકાના ઓરેગોનમાં કબૂતરોની રેસમાં શામેલ થયું હતું. રેસ દરમિયાન કબૂતર રસ્તો ભૂલી ગયું હતું અને હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ઑસ્ટ્રેલિયા પહોંચી ગયું હતું.

 • Share this:
  મેલબોર્ન: કબૂતરોને શાંતિના દૂત કહેવામાં આવે છે. તેમાં પણ સફેદ કબૂતરોને ખૂબસૂરતી તમામ લોકોને આકર્ષિત કરે છે. જોકે, ઑસ્ટ્રેલિયામાં આવું જ એક કબૂતર જૈવિક સુરક્ષા માટે ખતરો બન્યું છે. ઑસ્ટ્રેલિયાની સરકારનું માનવું છે કે આ કબૂતરના આવવાથી દેશમાં અનેક બીમારી ફેલાઈ શકે છે. આ કબૂતરની ખાસ વાત એ છે કે તે અમેરિકાથી ઓસ્ટ્રેલિયા સુધીનું 13 હજાર કિલોમીટરનું અંતર કાપીને પહોંચ્યું છે.

  સમાચાર એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે ઓક્ટોબરમાં આ સફેદ કબૂતર અમેરિકાના ઓરેગોનમાં કબૂતરોની રેસમાં શામેલ થયું હતું. રેસ દરમિયાન કબૂતર રસ્તો ભૂલી ગયું હતું અને હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ઑસ્ટ્રેલિયા પહોંચી ગયું હતું. આ કબૂતરનું નામ 'જો' છે. આ કબૂતરને જ્યારે ઑસ્ટ્રેલિયામાં પકડવામાં આવ્યું ત્યારે તેના પગલમાં વાદળી રંગનો પટ્ટો બાંધ્યો હતો. આ પટ્ટાને રેસમાં તે અલગ તરી આવે તે માટે બાંધવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ કબૂતરો 13 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને 26 ડિસેમ્બરના રોજ મેલબોર્ન પહોંચ્યું હતું.  આ પણ વાંચો: બાળકો માટે કોરોનાની વેક્સીન ક્યારે આવશે, શું તે સુરક્ષિત હશે? 

  સફેદ કબૂતરના પગમાં બાંધેલા વાદળી પટ્ટાથી ઑસ્ટ્રેલિયાની સરકાર પરેશાનીમાં આવી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાની સરકારનું કહેવું છે કે આ કબૂતર કોઈ મોટી બીમારી ફેલાવવા માટે પર્યાપ્ત છે, આ માટે આ કબૂતરને મારી નાખવામાં આવશે. જોકે, ઑસ્ટ્રેલિયાની સર કારની આવી જાહેરાત બાદ અમેરિકાના ઓક્લોહોમ સ્થિત અમેરિકન રેસિંગ પિજન યૂનિયનના સ્પોટ ડેવલપમેન્ટ મેનેજર ડિયોન રૉબર્ટ્સે કહ્યું કે કબૂતરના પગમાં બાંધવામાં આવેલું બેન્ડ નકલી છે.

  આ પણ વાંચો: લૂટેરી મૉડલ: વેપારીને આ રીતે ફસાવ્યો, હવે કેસ પતાવવા માંગી રહી છે 50 લાખ રૂપિયા

  ડિયોને કહ્યું છે કે ઑસ્ટ્રેલિયામાં જે કબૂતર મળ્યું છે તે અમેરિકાના વાધલી બેન્ડ વાળા કબૂતરથી અલગ છે. તેમણે કહ્યુ કે અમે રેસમાં શામેલ કબૂતરને હજુ સુધી ટ્રેક નથી કરી શક્યા, પરંતુ અમે કહી શકીએ કે કબૂતર ઑસ્ટ્રેલિયાનું જ છે. જો આ રેસાવાળું કબૂતર હોતું તો અમે તેને ઓળખી જતા. ઑસ્ટ્રેલિયાના કૃષિ વિભાગે હજુ સુધી એવી સ્પષ્ટતા નથી કરી કે બેન્ડ નકલી હોવાના કેસમાં કબૂતરને મારવામાં આવશે કે નહીં.
  Published by:Vinod Zankhaliya
  First published:January 15, 2021, 14:47 pm