અહી પાણી નહીં બિયરથી ન્હાય છે લોકો, જુઓ ક્યા છે આવો સ્વિમિંગ પૂલ

 • Share this:
  અનેક લોકો સ્વિમિંગ કરવાનું ખૂબ પસંદ કરે છે, તેથી તે વારંવાર હોટલના સ્વિમિંગ પુલ અથવા તેમના ઘરના સ્વિમિંગ પુલ હોય તેમાં કલાકો સુધી સ્વિમિંગ કર્યા કરે છે.

  સામાન્ય રીતે તમે સ્વિમિંગ પુલમાં પાણીમાં જ જોયું હશે પરંતુ આજે અમે તમને એક એવા સ્વિમિંગ પુલ વિશે જણાવીશુ. જેની અંદર પાણી નહી કંઇ બીજુ જ હોય છે.  ઑસ્ટ્રેલિયામાં એક એવોસ્વિમિંગ પુલ છે, જેમાં પાણી નહી બીયર હોય છે. આ સ્વિમિંગ પુલમાં લોકો મોટા હોશથી આવે છે અને સ્વિમિંગનો આનંદ ઉઠાવે છે.

  આ પહેલો એવો સ્વિમિંગ પુલ છે જ્યા પાણી નહીં બીયર હોય છે, વિશ્વામાં કોઈ પણ જાતનો આ પ્રકારનો સ્વિમિંગ પુલ નથી. આ પુલમાં આવનારા લોકોને બીયરમાં ન્હાવનુ ખૂબ સારૂ લાગે છે.  દારૂ બનાવનાર કંપની સ્ટારકેન બર્ગરે એક જૂના મહેલમાં 7 બિયર સ્વિમિંગ પુલ બનાવ્યા છે જે બીયરથી ભરેલા છે. આ પુલ્સની લંબાઈ 13 ફૂટ છે. જેમાં પાણી સાથે બિયર ભેળવવામાં આવે છે.
  Published by:Bhoomi Koyani
  First published: