OMG! ATM માંથી 100ની જગ્યાએ 500ની નોટ નીકળવા લાગી! એક કા પાંચસો માટે લોકોની લાગી લાઇન
OMG! ATM માંથી 100ની જગ્યાએ 500ની નોટ નીકળવા લાગી! એક કા પાંચસો માટે લોકોની લાગી લાઇન
ATM માંથી 100ની જગ્યાએ 500ની નોટ નીકળવા લાગી!
જ્યારે એક વ્યક્તિ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા ATM નો ઉપયોગ કરવા ગયો ત્યારે તેને એન્ટર કરેલી રકમ કરતાં પાંચ ગણા પૈસા નીકળતા જોયા હતા. મતલ કે 100 રૂપિયાની ચલણી નોટની જગ્યા એ 500ની ચલણી નોટો નીકળી હતી. ચાલો આગળ જોઈએકે આ બનાવ ક્યાં બનયો હતો અને આ બનાવ પાછળ ખરેખર હકીકત શું હતી.
ATM માંથી તમે 100 રૂપિયા કાઢવા જાઓ અને અને સામેથી ATM તમને 500ની નોટ આપે તો કેવું લાગે ? આવું જ કઈક એક ATMમાં થઈ રહ્યું હતું. જ્યારે એક વ્યક્તિ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા ATM નો ઉપયોગ કરવા ગયો ત્યારે તેને એન્ટર કરેલી રકમ કરતાં પાંચ ગણા પૈસા નીકળતા જોયા હતા. મતલ કે 100 રૂપિયાની ચલણી નોટની જગ્યા એ 500ની ચલણી નોટો નીકળી હતી. ચાલો આગળ જોઈએકે આ બનાવ ક્યાં બનયો હતો અને આ બનાવ પાછળ ખરેખર હકીકત શું હતી.
આપને જણાવી દઈએ કે આ મામલો મહારાષ્ટ્રના (maharashtra) ના નાગપુર જિલ્લાના ખાપરખેડા (Khaparkheda) શહેરનો છે. ખાનગી બેંકના ATMમાં (Technical error in ATM) આ ભૂલ થઈ છે. એક વ્યક્તિ 500 રૂપિયા ઉપાડવા ગયો ત્યારે પાંચ ગણા પૈસા ઉપાડવાની વાત ખુલી હતી. તેને એટીએમમાંથી 500ની પાંચ નોટ મળી હતી.
મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુર જિલ્લામાંથી (Nagpur District)એક ચોંકાવનારી ઘટનામાં, તકનીકી ખામીને (Technical Glitch) કારણે, એક એટીએમ પાંચ વખત પૈસા ઉપાડવાનું શરૂ કર્યું.આ સમાચાર ફેલાતાની સાથે જ એટીએમમાંથી પૈસા કાઢવા માટે લોકો લાંબી કતારોમાં ઉમટી પડ્યા હતા. બાદમાં કોઈએ બેંકને જાણ કરતાં એટીએમની સેવાને બંધ કરવામાં આવ્યું હતું.
વાયુ વેગે ફેલાઈ વાત
PTIના સમાચાર મુજબ આ મામલો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ખાપરખેડા (Khaparkheda, Maharashtra)શહેરનો છે. ખાનગી બેંકના એટીએમમાં આ ભૂલ સર્જાઈ હતી. 500 રૂપિયા ઉપાડવા માટે એક વ્યક્તિ ગયો ત્યારે પાંચ ગણા પૈસા ઉપાડવાની વાત સામે આવી હતી.તેને એટીએમમાંથી 500ની પાંચ નોટ મળી હતી. બુધવારની આ ઘટનાને જોતા જ વિસ્તારમાં માહિતી ફેલાઈ ગઈ હતી, ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા.
પોલીસે એટીએમ બંધ કર્યું
ખાપરખેડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે જ્યાં સુધી બેંકના ગ્રાહકે સ્થાનિક પોલીસને જાણ ન કરી ત્યાં સુધી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડતા રહ્યા. માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને એટીએમ બંધ કરી દીધું. જે બાદ પોલીસ અધિકારીઓએ બેંકને જાણ કરી હતી. તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે એટીએમમાંથી પાંચ ગણા પૈસા ઉપાડવામાં આવી રહ્યા છે.
વાસ્તવમાં, ATMમાં પૈસા નાખતી વખતે નાની અજાણતાના કારણે આ ઘટના બની હતી. પૈસા મૂકતી વખતે 100 રૂપિયાની ટ્રેમાં 500 ની નોટો મૂકી દેવમાં આવી હતી. એટીએમ રૂ. 100ની નોટ તરીકે 500ની નોટો આપી રહ્યું હતું.આ કારણોસર 500 રૂપિયા ઉપાડ્યા બાદ 100-100ની પાંચ નોટને બદલે 500-500ની પાંચ નોટો આવી રહી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલામાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર