Weird Hobby:ટેટૂ પડાવવુ (Tattoo Art) કઈ નવું કે અનન્ય નથી, પરંતુ જો કોઈ 82 વર્ષની ઉંમરે ટેટૂ બનાવવા માંગે છે તો તે ચોક્કસ નવાઈની વાત છે. જ્યારે જુડી ડેડે (Judy Dede) નામની એક વૃદ્ધ મહિલાએ જ્યારે તેના઼ હૃદયની વાત પરિવારને કહી (82 years woman get first tattoo) ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
શોખ (Weird Hobby)એ એક મોટી બાબત છે. કોઈ વૃદ્ધ હોય તો એનો અર્થ એ નથી કે તેના હૃદયમાં નવા શોખ ઊભા ન થઈ શકે. હવે એક બ્રિટિશ મહિલા(British Grandmother)ને જુઓ, તેમણે 82 વર્ષની ઉંમરે પોતાનું પહેલું ટેટૂ (First Tattoo at 82) કરાવ્યું છે. જ્યારે તેમણે પરિવારને તેની ઇચ્છાઓ વિશે કહ્યું, ત્યારે તેમને વિશ્વાસ નહોતો થતો કે તે સાચું કહી રહ્યાં છે.
જુડી ડેડે તેમના જીવનના છેલ્લા તબક્કે છે. તેમ છતાં તે તેમના શરીર પર જીવનનું પહેલું ટેટૂ બનાવવાની ઇચ્છા રાખતા હતા. તેમની પૌત્રીએ ટીકટોક પર દાદીમાની આ રમૂજી વાર્તા વિશ્વ સાથે શેર કરી હતી.
બ્રાન્ડી ઓ'રેલીએ અહેવાલ આપ્યો હતો કે ઘરના ઘણા સભ્યો તેની દાદીની ટેટૂ બનાવવાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે તેમની સાથે ટેટૂ પાર્લરમાં ગયા હતા.
દાદીમાએ બહાદુરીપૂર્વક બનાવડાવ્યુ ટેટૂ જ્યારે 82 વર્ષીય જુડી ડેડે ટેટૂ માટે આવ્યા ત્યારે તેણે વિચાર્યું ન હતું કે તેમનું ટેટૂ કેવું હશે. તેઓ ડિઝાઇન વિશે સ્પષ્ટ ન હતા. જોકે, તેમને તેમની પૌત્રીનો વિચાર ગમ્યો હતો અને તેમને એક ટેટૂ બનાવ્યું હતું જે તેમના પાછલા જીવન સાથે જોડે છે. જુડીએ ક્યાંક એવુ વાંચ્યુ હતુ કે આવા ટેટૂ કેવી રીતે જીવનને જીવંત કરવામાં મદદ કરે છે. પહેલું ટેટૂ કરાવ્યા બાદ પણ તેમણે ટેટૂ કરાવ્યા હતા અને યોગ્ય રીતે તેઓ સાજા પણ થઈ ગયા હતા.
દાદીમા માટે પણ પરિવારે ટેટૂ કરાવ્યા બ્રાન્ડી વીડિયો દ્વારા બતાવે છે કે 15 દિવસ બાદ આખો પરિવાર ફરી ટેટૂ પાર્લરમાં પહોંચ્યો અને હવે દુનિયા છોડી ચૂકેલા લોકોની યાદમાં તેમના હાથ પર ટેટૂ કરાવ્યું. 4 પેઢીના લોકોને સાથે ટેટૂ કરવામાં આવ્યા હતા. તેમણે સંગીતની નોટ સાથે હૃદય, કેન્સરની રિબન, માછલીના હૂક અને શાંતિના નિશાન બનાવ્યા.
આ બધા પ્રતીકો ઘરના વડીલોની યાદમાં હતા જેમણે આ દુનિયા છોડી દીધી છે અને પરિવાર તેમને યાદ કરે છે. બ્રાન્ડીનો 10 વર્ષનો પુત્ર પણ પરિવાર સાથે હાજર હતો કારણ કે તે જાણતો હતો કે તે તેની પરદાદી માટે ખૂબ જ ખાસ દિવસ હતો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર