Viral Video: રોકેટની અંદર આખરે કઈ રીતે ખાય-પીએ છે એસ્ટ્રોનોટ? પોતે વિડીયો બનાવીને કર્યો શેર

અવકાશયાત્રીઓનો અનુભવ લોકો માટે ચોંકાવનારો છે. (Image- Facebook)

Life of Astronauts: સોશિયલ મીડિયા (Social Media) ઉપર અવકાશ યાત્રા દરમિયાન બનાવવામાં આવેલો વિડીયો (Space viral video) વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

  • Share this:
    અવકાશ કેવું હશે અને ત્યાં રહેવાનો અનુભવ કેવો હશે એ સૌ જાણવા-અનુભવવા માગે છે. જોકે, સ્પેસ યાત્રા (Space Travel) સરળ નથી હોતી. આ દરમ્યાન પાયલટને ખૂબ ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી સ્પેસમાં તેમને કોઈ મુશ્કેલી ન પડે. રોકેટની અંદર એસ્ટ્રોનોટ કઈ રીતે ખાય-પીએ છે (Life of Astronauts), તે જાણવામાં ઘણા લોકોને રસ હોય છે. પરંતુ અવકાશ યાત્રાનો અનુભવ જાણવો સરળ નથી. રોકેટની અંદર શું છે તે જાણવું મુશ્કેલ છે. આ સિક્રેટ્સને રિવીલ નથી કરી શકાતું, પ્રતિબંધ હોય છે. જોકે, અવકાશ યાત્રા બાદ અમુક એસ્ટ્રોનોટ્સ અનુભવ શેર કરે છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ (Viral video of space) થઈ રહ્યો છે.

    ફેસબુક ઉપર UNILAD Tech નામથી બનેલા પેજ ઉપર એક વિડીયો શેર થયો હતો જેને અત્યારસુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. આ વિડીયોમાં એસ્ટ્રોનોટ્સ અવકાશમાં ખાતા-પીતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

    લોકોને અહેસાસ થયો છે કે અવકાશયાત્રીઓની જિંદગી તો ખરેખર બહુ અઘરી છે. અવકાશ યાત્રા દરમિયાન જ્યારે એસ્ટ્રોનોટ્સ જમવા માટે ફૂડ પેકેટ ખોલે છે ત્યારે ગ્રેવિટીના કારણે તે ઉપરની બાજુ જવા લાગે છે. આ વિડીયો ખરેખર રસપ્રદ અને આશ્ચર્યજનક છે.



    આ પણ વાંચો: બાળકો અંતરિક્ષમાં પેદા થશે, ધરતી પર રજા માણવા આવશે, Jeff Bezosનો અજીબોગરીબ દાવો!

    વિડીયોમાં કોફી બનાવવાની રીત પણ બતાવવામાં આવી છે. સિલ્વરના પેકેટમાં કોફી પાવડરમાં ગરમ પાણી ભરીને સ્ટ્રો વડે પીવામાં આવે છે. આ ઉપરાંત જમવાનું લિક્વિડ ફોર્મમાં આરોગવાના પ્રયત્ન કરવામાં આવે છે. સ્ટ્રો દ્વારા તેમ કરવાથી તે ફેલાતું નથી. જો સ્પેસમાં ખાવાનું ફેલાઈ જાય તો તેને ભેગું કરવું અઘરું થઈ પડે છે અને આવી કેટલીય સમસ્યાનું સ્પેસમાં ધ્યાન રાખવું પડતું હોય છે.

    આ પણ વાંચો: લાલ ગ્રહ જેવી માટીમાં ટમેટા ઉગાડયા, Heinz કંપનીએ તૈયાર કયું માર્સ એડિશન કેચઅપ!

    આ વિડીયો ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં રસપ્રદ-માહિતીપ્રદ વસ્તુઓ જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ છે. કેટલાય લોકોએ કોમેન્ટ કરીને લખ્યું કે, ખરેખર સ્પેસમાં જીવવું અત્યંત મુશ્કેલ છે. આવામાં જો અવકાશ યાત્રી ઘણા દિવસો માટે ત્યાં જાય છે ત્યારે તેમને આવી જિંદગી જીવવી પડે છે. જો ટ્રેનિંગ દરમિયાન આ બધુ શીખવવામાં ન આવે તો તેમના માટે મુશ્કેલી ઊભી થઈ જાય છે.
    Published by:Nirali Dave
    First published: