Home /News /eye-catcher /ગજબ! મહિલા 10 વર્ષમાં તેના અલગ અલગ પ્રેમીઓ સાથે 25 વખત ભાગી! પતિએ દરેક વખતે અપનાવી

ગજબ! મહિલા 10 વર્ષમાં તેના અલગ અલગ પ્રેમીઓ સાથે 25 વખત ભાગી! પતિએ દરેક વખતે અપનાવી

મહિલા 10 વર્ષમાં 25 વખત ભાગી (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)

આસામ (Assam)ની એક મહિલા હકીકતની જિંદગીમાં 'હેપી ભાગ જાયેલી' હિન્દી ફિલ્મની 'હેપી' છે. આ જ કારણ છે કે મહિલા છેલ્લા 10 વર્ષમાં તેણીના અલગ અલગ પ્રેમીઓ સાથે 25 વખથ ભાગી (Woman elopes with Lovers) ગઈ છે.

  નવી દિલ્હી: પ્રેમ અને જંગ (Love and war) એટલે કે યુદ્ધમાં બધુ જ વ્યાજબી છે એવી પ્રસિદ્ધ કહેવત છે. લોકો પ્રેમ માટે સમાજ તરફથી બનાવવામાં આવેલી અનેક દીવાલો કૂદી જતા હોય છે. તમે ફિલ્મોમાં પણ એવા દ્રશ્યો જોયા હશે કે અભિનેત્રી તેના આશિક સાથે ભાગી જતી હોય છે. જોકે, આવું ફક્ત ફિલ્મોમાં જ નથી બનતું. હકીકતમાં પણ પ્રેમમાં ગળાડૂબ યુવક-યુવતીએ ભાગી જતા હોય છે. જોકે, આજકાલ આસામ (Assam)ની એક એવી મહિલાની ચર્ચા છે જે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પ્રેમી સાથે ભાગી જવું એક કોઈ મોટા ન્યૂઝ નથી પરંતુ આ મહિલા છેલ્લા 10 વર્ષમાં 25 વખત પોતાના ઘરેથી ભાગી (Woman elopes with lovers 25 times) ગઈ હતી. એટલું જ નહીં, તેણી દર વખતે તેના અલગ અલગ પ્રેમી સાથે ભાગી હતી!

  મહિલા ત્રણ બાળકોની માતા!

  હવે આ વાત જાણીને તમે જરૂરથી ચોંકી જશો કે મહિલા ત્રણ બાળકોની માતા પણ છે. આસામની એક 40 વર્ષીય મહિલા છેલ્લા 10 વર્ષમાં તેના અનેક પ્રેમીઓ (Assam woman elopes 25 time in 10 year) સાથે ભાગી ચૂકી છે. દર વખતે તેણી પોતાના અલગ અલગ પ્રેમી સાથે ભાગે છે. નવાઈની વાત તો એ છે કે દર વખતે મહિલા જ્યારે પરત ફરે છે ત્યારે તેના સાસરિયા (In laws)ના લોકો અને પતિ (Husband) માફ કરી દે છે. મહિલાના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા છે. હાલ તેણીને ત્રણ બાળક પણ છે.

  મહિલાની સૌથી મોટી દીકરીનું ઉંમર 6 વર્ષ, દીકરાની ઉંમર ત્રણ વર્ષ અને સૌથી નાના દીકરીની ઉંમર ત્રણ મહિના છે. મહિલાનો પતિ વ્યવસાયે ડ્રાઇવર (Driver) છે. આ પરિવાર આસામના ઢિંગ લાહકર ગામ (Dhing Lahkar Village)માં રહે છે. મહિલાના પતિ મફિઝુદ્દીને જણાવ્યું કે, "વર્ષ 2011માં મારા લગ્ન થયા હતા. ત્યારથી અત્યારસુધી મારી પત્ની લગભગ 25 વખત પોતાના આશિકો સાથે ભાગી ચૂકી છે. દર વખતે તેણી પરત આવે છે ત્યારે એવું વચન આપે છે કે ફરીથી આવું નહીં કરે. જોકે, તેણી દર વખતે પોતાનું વચન ભૂલી જાય છે."

  થોડા દિવસ પહેલા ફરીથી ભાગી ગઈ મહિલા

  મફિઝુદ્દીને જણાવ્યું કે, ભાગી ગયા બાદ પરત ફરીને મહિલા અનેક વખત એવો દાવો કરે છે કે તેણી પોતાના પિયરમાં ગઈ હતી અથવા પોતાના બીમાર સંબંધીને જોવા માટે ગઈ હતી. મહિલાના પતિએ જણાવ્યું કે, "અમારા ત્રણ બાળકો છે. બાળકોની દેખરેખ માટે હું મારી પત્નીને ફરીથી અપનાવી લઉં છું."

  આ પણ વાંચો: આઘાતજનક બનાવ: સગાઈ બાદ મંગેતર સાથે બાંધ્યો શારીરિક સંબંધ, બ્લિડિંગ બંધ ન થતાં યુવતીનું મોત!

  તાજેતરની ઘટના વિશે મફિઝુદ્દીને જણાવ્યું કે, "ચોથી સપ્ટેમ્બરના રોજ હું જ્યારે કામ પરથી પરત ફર્યો ત્યારે મારા પિતાએ જણાવ્યું કે, મારી પત્ની મારા ત્રણ માસના દીકરાને પાડોશી પાસે છોડીને ભાગી ગઈ છે. તેણીએ પાડોશીને જણાવ્યું હતું કે તેણી બકરી માટે ચારો લેવા માટે જઈ રહી છે પરંતુ પરત ફરી ન હતી."

  પતિએ જણાવ્યું કે, ઘરેથી ભાગતા પહેલા તેણી 22 હજાર રૂપિયા પણ સાથે લઈ ગઈ હતી. પતિને એ પણ નથી ખબર કે આ વખતે તેની પત્ની કયા આશિક સાથે ભાગી છે. મફિજુદ્દીને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે એટલે ફરીથી તેણીને અપનાવી લે છે. જો તે છોડી દેશે તો તેના બાળકોની દેખરેખ કોણ રાખશે. શખ્સે જણાવ્યું કે, આ જ કારણ છે કે તેણે ક્યારેય પોલીસ ફરિયાદ પણ નથી કરી. મહિલાના પાડોશીઓએ જણાવ્યું કે મહિલાના ગામના યુવાનો સાથે પણ લફરાં છે, જે ઉંમરમાં તેણીથી ખૂબ નાના છે.

  આવા જ અજગ-ગજબ ન્યૂઝ વાંચવા માટે ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Love, Lover, અફેર, આસામ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन