વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) કારણે આસામ (Assam) અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સાથે જ રહસ્યમાં ઘેરાયેલું રહેતું આ રાજ્ય વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. સામાન્ય રીતે આત્મહત્યાની વૃત્તિ મનુષ્યમાં વધુ જોવા મળે છે. પરીક્ષા, નોકરી અને સંબંધોમાં નિષ્ફળતા આત્મહત્યા કરવાનું કારણ બને છે. પરંતુ પક્ષીઓની આત્મહત્યા પાછળનું કારણ શું? અસામના એક સ્થળે હજારો પક્ષીઓ આત્મહત્યા (Bird suicide point) કરે છે.
આસામના દિમા હાસો જિલ્લાના પર્વતીય ક્ષેત્ર ઉપર આવેલી જાતિંગા ખીણ પક્ષીઓના સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દર વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં જાતિંગા ગામ પક્ષીઓની આત્મહત્યાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. અહીં સ્થાનિક પક્ષી જ નહીં, પરંતુ સ્થળાંતર કરનાર પક્ષી પણ સપ્ટેમ્બરની શરૂઆતમાં આત્મહત્યા કરે છે.
જાતિંગા ગામને પક્ષીઓની આત્મહત્યાના કારણે રહસ્યમય માનવામાં આવે છે. એવું તો કયું કારણ છે કે, પક્ષીઓને કોઈ ખાસ ૠતુમાં અને કોઈ ચોક્કસ સ્થળે આત્મહત્યા કરે છે. આ અંગે વૈજ્ઞાનિકોએ પણ જાણવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છે.
પક્ષી હોવાના કારણે તેઓ બિલ્ડીંગ ઉપરથી નીચે કૂદી જીવ આપી શકે નહીં. પરંતુ અહીં તેઓ ઇરાદાપૂર્વક ઇમારતો અથવા ઝાડ સાથે અથડાઇને મોતને ભેટે છે. આવું એક બે પક્ષીઓમાં નહીં પરંતુ હજારો પક્ષીઓ સપ્ટેમ્બરમાં આવું કરે છે. આ ઘટના એટલા માટે પણ વિચિત્ર છે કે, સાંજે 7થી 10 દરમિયાન જ પક્ષીઓ આવું કરે છે.
આત્મહત્યા કરવાના આ ઘટનાક્રમમાં સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓની 40 પ્રજાતિઓ સામેલ છે. બહારના સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં પહોંચ્યા પછી પરત નથી જતા. આ ખીણમાં રાત્રે પ્રવેશ પર પ્રતિબંધ છે. જાતિંગા ગામ પ્રાકૃતિક કારણોસર નવ મહિના સુધી દુનિયાથી અલગ થલગ રહે છે.
સપ્ટેમ્બર દરમિયાન આ ગામમાં બહારના લોકોને નો-એન્ટ્રી
આ વિચિત્ર ઘટનાનું કારણ ચુંબકીય શક્તિ હોવાનું ઘણા પક્ષી વૈજ્ઞાનિકો માનવું છે. પક્ષીઓ રાતના અંધારામાં લાઇટની આસપાસ ઉડવાનું શરૂ કરે છે. પ્રકાશને લીધે તેઓ જોઈ શકતા નથી અને ઝડપથી ઉડતા હોવાથી તેઓએ બિલ્ડિંગ, ઝાડ અથવા વાહનોને ભટકાય છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન આ ગામમાં બહારના લોકોની એન્ટ્રી અટકાવી દેવાય છે. સાંજે પણ અહીં વાહનો ચલાવવાની મનાઈ ફરમાવાઈ છે.
આ ઘટના માત્ર જાતિંગા ગામમાં જ બને છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ જાતિંગા ગામથી બે કિલોમીટર દૂર અન્ય ગામોમાં પક્ષીઓ સાથે આવું બનતું નથી. ગામલોકોનું માનવું છે કે, આ ઘટના પાછળ કોઈ રહસ્યમય શક્તિ છે. લોકોનું માનવું છે કે, હવામાં કોઈ રહસ્યમય તાકાત આવીને પક્ષીઓ સાથે આવું કરાવે છે. સાથે જ તેમનું માનવું છે કે, આ સમય દરમિયાન માણસોનું પણ બહાર રહેવું ખતરનાક સાબિત થઇ શકે છે. જેથી આ સમયગાળા દરમિયાન રાત્રે ગામ એકદમ સૂમસામ થઇ જાય છે.
" isDesktop="true" id="1083468" >
1910થી બને છે આ ઘટના
પક્ષીઓની આત્મહત્યાનો આ સિલસિલો 1910 થી ચાલી રહ્યો છે, પરંતુ 1957માં પ્રથમ વખત વિશ્વને તેના વિશે જાણ થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર