Home /News /eye-catcher /

અહી છોકરીઓને પહેલીવાર પીરિયડ્સમાં આવવા પર કરવા પડે છે કેળાના વૃક્ષ સાથે લગ્ન

અહી છોકરીઓને પહેલીવાર પીરિયડ્સમાં આવવા પર કરવા પડે છે કેળાના વૃક્ષ સાથે લગ્ન

    દરેક ધર્મમાં, છોકરીઓના પીરિયડ્સ સમયને અલગ- અલગ રીતે જોવામાં આવે છે. ઘણા લોકો તેને સામાન્ય પ્રક્રિયા તરીકે જુએ છે, તો અનેક લોકો તેને અશુદ્ધ વસ્તુ તરીકે જુએ છે.

    પીરિયડ્સ સમયગાળા અંગે દરેક ધર્મમાં, વિવિધ પ્રકારની પરંપરા હોય છે, જેમ કે પીરિયડ્સના દિવસોમાં, મંદિરમાં દાખલ થઈ શકતા નથી, તો અનેક સ્થળોએ કિચનમાં જવા દેતા નથી.

    કેટલાક લોકો સમયગાળા દરમિયાન ધાર્મિક વિધિઓમાં સમાવેશ કરતા નથી, તેઓ માને છે કે છોકરીઓ પીરિયડ્સ દરમિયાન અશુદ્ધ છે. ચાલો આ બધું તો આપણે મોટા ભાગના સ્થળોએ તો જોઇએ છીએ.

    પરંતુ હવે પીરિયડ્સ વિશે ખૂબ આશ્ચર્યજનક પરંપરા સામે આવી છે. આસામના બોગાંઇગાંવ જિલ્લાના સોલમારીમાં છોકરીઓ જ્યારે પહેલી વખત પીરિયડમાં આવે છે તો તેઓને એક કેળાના વૃક્ષ સાથે લગ્ન કરવા પડે છે.

    આ લગ્નને 'તોલિની લગ્ન' કહેવામાં આવે છે અને આ લગ્ન ખૂબ ધૂમ-ધામથી કરવામાં આવે છે. પીરિયડના પ્રથમ દિવસથી, 'તોલીની લગ્ન'ની શરૂઆત થઇ જાય છે. છોકરીને આ સમય દરમિયાન સૂર્યપ્રકાશથી બહાર રાખવામાં આવે છે.

    આ લગ્ન દરમિયાન, છોકરીને ભોજનમાં ફળો અને કાચુ દૂધ આપવામાં આવે છે. આ 'તોલિની લગ્ન' ને પહેલા લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરા અનુસાર, લગ્ન કર્યા બાદ, છોકરીની યોગ્ય વયે લગ્ન કરવામાં આવે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Married, આસામ

    આગામી સમાચાર