Video: યુવક મૃતદેહ સામે લગાવી રહ્યો હતો ઠુમકા, પાછળ તાલ આપી રહી યુવતીઓ, 'અર્થી ડાન્સ' થયો વાયરલ!

અર્થી ડાન્સ

વાયરલ થયેલા બે વીડિયોમાંના એકમાં એક આધેડ વયનો માણસ ઓર્કેસ્ટ્રા ડાન્સરની સામે રસ્તામાં ડાન્સ કરતો જોવા મળે છે. જ્યારે મૃતદેહ જમીન પર રાખવામાં આવ્યો છે.

  • Share this:
    ગોપાલગંજ : સોશિયલ મીડિયા (Social Media)માં એક અર્થી ડાન્સ (Arthi Dance video) વીડિયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે (Video Viral in Social Media). આ વીડિયો કાટેયા પોલીસ સ્ટેશન વિસ્તારના કાત્યા બજારનો છે. આમાં, એક વ્યક્તિના મૃત્યુ પછી, તેની સ્મશાનયાત્રામાં ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓર્કેસ્ટ્રા દરમિયાન, એક વ્યક્તિ અંતિમયાત્રામાં ડાન્સ કરી રહ્યો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. જો કે, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે મૃતક વ્યક્તિનું નામ શું છે અને ડાંસ કરનારા લોકોને તેની સાથે શું સંબંધ છે?

    વાયરલ થયેલા બે વીડિયોમાંના એકમાં એક આધેડ વયનો માણસ ઓર્કેસ્ટ્રા ડાન્સરની સામે રસ્તામાં ડાન્સ કરતો જોવા મળે છે. જ્યારે મૃતદેહ જમીન પર રાખવામાં આવ્યો છે. બીજો વીડિયો સ્મશાનયાત્રાનો છે જેમાં એક જ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો છે. મૃતદેહની સામે ઓર્કેસ્ટ્રા વાહન પણ ચાલી રહ્યું છે. એક નૃત્યાંગના ભોજપુરી ગીત પર નૃત્ય કરી રહી છે અને એક આધેડ વ્યક્તિ તેની સામે નૃત્ય કરી રહ્યો છે.



    વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના ચહેરા પર ન તો કોઈ નિરાશા છે અને ન તો ઉદાસી. આ વીડિયોને સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો, દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો કાટેયા બજારનો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્મશાનયાત્રામાં જે ઓરકેસ્ટ્રા સાથે માઈક અને સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવ્યું છે, એ સાુન્ડ બોક્સ પર કાત્યા બજારનું સરનામું અને મોબાઇલ નંબર પણ છે. જો કે, મોબાઇલ નંબર પર ફોન કરવા પર, મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published: