Home /News /eye-catcher /OMG! ફેવરેટ સિંગર જેવા દેખાવા માટે માણસે 30 વખત કરાવી face surgery, 7 લાખ રૂપિયા ઉડાવી દીધા પછી સમજાઈ ભૂલ
OMG! ફેવરેટ સિંગર જેવા દેખાવા માટે માણસે 30 વખત કરાવી face surgery, 7 લાખ રૂપિયા ઉડાવી દીધા પછી સમજાઈ ભૂલ
આર્જેન્ટિનાના માણસે તેના મનપસંદ ગાયક જેવા દેખાવા માટે લાખો રૂપિયા વાપરી નાખ્યા. (પ્રતીકાત્મક ફોટો)
Argentina man 30 face surgeries: આર્જેન્ટિનાના બ્યુએનોસ એરીસમાં રહેતા ફ્રાન્સિસ્કો મરીઆનો જેવિયર ઇબાનેઝ (Francisco Mariano Javier Ibanez) 33 વર્ષનો છે અને તેનો ગમતો સિંગર રિકી માર્ટિન (Ricky Martin) છે.
Ajab-Gajab: દુનિયાની દરેક વ્યક્તિ પોતાના મનપસંદ સ્ટાર જેવો પોશાક પહેરવા, તેના જેવા શોખ રાખવા, તેના જેવા મહાન કામ કરવા માગે છે, પરંતુ ક્યારેક આ શોખ પાગલપન બની જાય છે અને લોકો પોતાના ફેવરિટ સ્ટાર (Favorite star) જેવા દેખાવાનો પ્રયત્ન કરે છે. આવું જ કંઈક આર્જેન્ટીનાના (Argentina man 30 face surgeries) એક વ્યક્તિએ કર્યું. તેણે ચહેરાની સર્જરી કરાવી અને તેના મનપસંદ ગાયક જેવા દેખાવા માટે લાખો રૂપિયા વાપરી નાખ્યા.
આર્જેન્ટિનાના બ્યુએનોસ એરીસના ફ્રાન્સિસ્કો મારિયાનો જેવિયર ઇબાનેઝ (Francisco Mariano Javier Ibanez) 33 વર્ષનો છે અને તેનો પ્રિય ગાયક વિશ્વનો પ્રખ્યાત ગીતકાર અને ગાયક રિકી માર્ટિન (Ricky Martin) છે. રિકી માર્ટિને 90ના દાયકામાં તેના લોકપ્રિય ગીતોથી દુનિયાભરમાં ધમાલ મચાવી દીધી હતી. તેના ચાહકો તેના જેવા પોશાક પહેરવા માટે હોડમાં હતા, પરંતુ ફ્રાન્સિસ્કો રિકી જેવો દેખાવાનો ઝનૂન ધરાવતો હતો.
30 વખત કરાવી ચૂક્યો છે સર્જરી
લોકો કહેતા હતા કે તે રિકી માર્ટિન જેવો દેખાય છે, ત્યારથી તેના મગજમાં પ્લાસ્ટિક સર્જરીનું ભૂત સવાર થઈ ગયું હતું. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, તેણે તેની સર્જરીમાં 7 લાખ રૂપિયાથી વધુ ઉડાવી દીધા હતા. અત્યાર સુધીમાં ફ્રાન્સિસ્કોએ તેના ચહેરા પર 30 વખત સર્જરી કરાવી છે (Man had 30 face surgery to look like Ricky Martin) પરંતુ હવે તેણે સ્વીકાર્યું લીધું છે કે તેના પર સર્જરી કરાવવાનું ભૂત સવાર થઈ ચૂક્યું હતું.
12 વર્ષની ઉંમરથી જ સર્જરી કરાવવાનું નક્કી કરી લીધું હતું
12 વર્ષની ઉંમર સુધીમાં ફ્રાન્સિસ્કો એકદમ જાડો હતો, પરંતુ તેને રિકી માર્ટિન જેવા લાગવાનું એટલું ઝનૂન હતું કે તેણે તેણે ત્યારથી જ પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું નક્કી કરી લીધું હતું. તે વ્યક્તિએ જણાવ્યું કે બાળપણમાં તેના પિતા તેને ખૂબ મારતા હતા. જેના કારણે તેના મનમાં એવી લાગણી જન્મવા લાગી કે તેના પિતા તેને છરીના ઘા મારીને મારી નાખવા માંગે છે. આ વિચારીને તેણે વધુ ખાવાનું શરૂ કર્યું જેથી છરીથી જાડા શરીરને કાપી ન શકાય.
ઘણી બધી સર્જરીઓ કરાવ્યા પછી ફ્રાન્સિસ્કોને સમજાયું કે તે ક્યારેય રિકી માર્ટિન નહીં બની શકે. ત્યારથી તેણે બીજાને એ જ સલાહ આપવાનું શરૂ કર્યું કે વ્યક્તિએ પોતાનું વ્યક્તિત્વ જાતે બનાવવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર