OMG: પુરાતત્ત્વવિદોને નોર્વેના ગ્લેશિયલમાં મળ્યું 500 વર્ષ જૂનું સંપૂર્ણ સંરક્ષિત મીણબત્તીનું બોક્સ

OMG: પુરાતત્ત્વવિદોને નોર્વેના ગ્લેશિયલમાં મળ્યું 500 વર્ષ જૂનું સંપૂર્ણ સંરક્ષિત મીણબત્તીનું બોક્સ
(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Viral News: નોર્વેમાં ઓગળતા ગ્લેશિયલ પુરાતત્ત્વવિદો માટે ઘણા આશ્ચર્ય લઇને આવે છે

  • Share this:
નોર્વે (Norway)માં ઓગળતા ગ્લેશિયલ પુરાતત્ત્વવિદો (Archeologist) માટે ઘણા આશ્ચર્ય લઇને આવે છે. એક નવી શોધમાં પુરાતત્ત્વવિદોને 500 વર્ષ જૂનું એક લાકડાંનું બોક્સ (Wooden Box) મળ્યું છે, જેમાં લેન્ડબ્રીન ગ્લેશિયલ (Lendbreen glacier) ક્ષેત્રના પહાડોમાં મીણબત્તીના અવશેષો મળ્યા છે. જ્યારે આ બોક્સ પુરાતત્ત્વવિદોને મળ્યું ત્યારે બોક્સ પર એક ઢાંકણ પણ હતું.

સીક્રેટ ઓફ ધ આઇસ પેજની એક ફેસબુક પોસ્ટ અનુસાર મ્યૂઝિયમ ઓફ કલ્ચર હિસ્ટ્રીએ બોક્સની સામગ્રીનું સંશોધન કર્યુ અને જાણવા મળ્યું કે તે મીણ છે. રેડિયોકાર્બન ડેટિંગે આપેલા સંકેત અનુસાર પાઇનવૂડથી બનેલ આ બોક્સ 1475-1635 ઇ.વ પૂર્વનું છે. આ ફેસબુક પેજ ઇનલેંડેટ કાઉન્ટીના ગ્લેશિયલ આર્કિયોલોજી પ્રોગ્રામ દ્વારા ચલાવવામાં આવે છે.
આ પણ વાંચો, Solar Eclipse 2021: કાલે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો સમય અને માન્યતાઓ

મીણબત્તીના બોક્સ હાલ આ વિસ્તારમાં મળવા એક સામાન્ય બાબત છે. પરંતુ વૈજ્ઞાનિકોને તે જાણીને આશ્ચર્ય થયું કે આ બોક્સ તેમના અનુમાન કરતા પણ ખૂબ પ્રાચીન છે. આ શોધ ઇનલેંડેટમાં ગ્લેશિયર પુરાતત્ત્વ કાર્યક્રમ સાથે જોડાયેલ પુરાતત્ત્વવિદો દ્વારા કરાઇ હતી. જે ઇનલેંડેટ કાઉન્ટી કાઉન્સિલ અને સાંસ્કૃતિ ઇતિહાસ સંગ્રહાલય, નોર્વેમાં ઓસ્લો વિશ્વ વિદ્યાલય વચ્ચે એક સામૂહિક પરિયોજના છે.

આ પણ વાંચો, પહેલા જ વરસાદમાં મુંબઈ થયું પાણી-પાણી, રસ્તા બન્યા તળાવ, રેલવેએ જાહેર કર્યું અલર્ટ

ત્યારબાદ ગ્લેશિયલ પુરાતત્ત્વવિદોએ તે પર્વતીય ક્ષેત્રોનું સર્વેક્ષણ શરૂ કરી દીધું, જે 2011માં લેન્ડબીન ગ્લેશિયલ ઓગળતા ઉજાગર થયા હતા. તેમણે 1900 મીટરના વિશિષ્ટ ક્ષેત્રને પસંદ કર્યુ, કારણ કે 1970 અને 1980ના દશકમાં આ ક્ષેત્રમાં ઘણી કલાકૃતિઓ મળી હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષોથી પુરાતત્ત્વવિદો ગરમીઓમાં ઉબડખાબડ વિસ્તારોમાં ચાલ્યા ગયા અને જ્યારે બરફ પીગળી ગયો અને પહાડ અને ટેકરીઓ બરફથી ઢંકાઇ તે પહેલા પરત આવી ગયા.

તેમને બરફમાં આકર્ષક વસ્તુઓ મળી જેવી કે, ભાલા જે વાઇકિંગ્સ યુગના હતા. ડરાવની છરીઓ જે બરફાચ્છાદિત પહાડોમાં હરણના શિકારનો સંકેત આપે છે. બરફમાં વધુ પ્રમાણમાં ઘોડાઓનો ગોબર પણ હતો. જેને પુરાતત્ત્વવિદોએ તે રીતે વ્યાખ્યાયિત કર્યો છે કે, આ ક્ષેત્ર એક ઊંચો ટેકરી જેવો વિસ્તાર હતો. તેમને ઘોડાના ખોપડી, ઘોડાની નાલ અને ઘોડાની નીરણના પણ અવશેષો મળ્યા છે. રસપ્રદ વાત તે છે કે, અહીં પથ્થરથી બનેલા રહેણાંકોના ખંઢેરો પણ મળ્યા છે. આ નિષ્કર્ષ ગત વર્ષે જર્નલ એન્ટીક્વિટીમાં પ્રકાશિત થયો હતો.
Published by:News18 Gujarati
First published:June 09, 2021, 12:35 pm

ટૉપ ન્યૂઝ