લગ્ન એ દરેકના જીવનનો સૌથી મૂલ્યવાન ક્ષણ છે. લગ્ન એ એક પવિત્ર બંધન છે, જે ફક્ત કન્યા અને વરરાજા જ નહીં, પરંતુ બે પરિવારોની લાગણીને જોડે છે. આ સંબંધ જાળવવા માટે પ્રેમ અને લાગણીને જાળવી રાખવું એ આપણી આદતો અને વર્તન એક મોટી ભૂમિકા છે.
થોડી ભૂલ અને ગેરસમજ સાથે આ પવિત્ર સંબંધ કંગાર બની જાય છે. એવું કંઈક યુએઈના એક નવા પરિણીત કપલ સાથે થયુ, હનીમૂન મહિલાએ તેણીના પતિની એક ટેવથી પરેશના થઇને છૂટાછેડા માટે અરજી કરી છે.
માહિતી અનુસાર હનીમૂન પર હું ગયેલી મહિલાએ તેમના પતિને કંજુસ ગણાવતા પતિ સાથે છૂટાછેડા લઇ લીધા અને મહિલાએ અબુ ધાબી ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી અફેર્સમાં છુટાછેડાની અરજી દાખલ કરી.
માહિતી અનુસાર, તેણીના લગ્નના ફક્ત 3 અઠવાડિયા જ થયા છે અને તરત જ તે સ્ત્રીને સમજાયું કે તેનો ઈરાની પતિ ખૂબ જ કંજુસ છે. આ મામલે વાત કરતા છોકરીએ જણાવ્યું કે પતિએ લગ્ન બાદ એક પણ દિહરામ (યુએઈ ચલણ) ખર્ચ કર્યુ નથી. જેના કારણે તેને છુટાછેડા લેવા માટે મજબુર થવું પડ્યું.
મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે, "મારો પતિ મારાથી 12 વર્ષ નાનો છે અને લગ્નના પહેલા દિવસથી જ પાણી, વીજળી અને ગ્રૃહસ્થીનો ખર્ચ ઉઠાવવા કહીં દીધુ.
મહિલાના પતિએ તમામ દસ્તાવેજો ખોવાઇ ગયાનું બહાનું બતાવ્યું. અનેક બિલ તેના નામ પર કરાવવા વિનંતી કરી. મહિલાએ પોતાના ઘરનું ફર્નિચર પણ પોતાના પૈસાથી ખરીદ્યું છે.
મહિલા અનુસાર તેણે આ પગલું એટલે ઉઠાવ્યું આટલું કર્યા છતા પણ તેનો પતિ સારી રીતે રહેતો ન હતો અને તેને અવગણતો હતો. જેના કારણે તેમના લગ્નજીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર