સીનિયરથી નારાજ ઇન્સ્પેક્ટર 40 km દોડ્યો, પછી ભોગવવું પડ્યું આવું પરિણામ

News18 Gujarati
Updated: November 16, 2019, 11:23 PM IST
સીનિયરથી નારાજ ઇન્સ્પેક્ટર 40 km દોડ્યો, પછી ભોગવવું પડ્યું આવું પરિણામ
ઇન્સ્પેક્ટરની તસવીર

જિલ્લાના બિઠૌલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરે શુક્રવારે નવ વાગ્યાથી પોલીસ લાઈનથી હનુમંતપુરા સુધી 45 કિલોમીટર દોડીને સનસની ફેલાવી દીધી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઇટાવામાં પ્રતિસાર નિરીક્ષકથી નારાજગી વ્યક્ત કરીને દોડનાર વરિષ્ઠ પોલીસ અધીક્ષક સંતોષ કુમાર મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઇન્સ્પેક્ટર ઉપર શિસ્તભંગ અને ફરજ પરથી ગાયબ રહેવા અંગે આ પગલું ભરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક ગ્રામીણ ઓમવીર સિંહે જણાવ્યું હતું કે, ઇન્સ્પેક્ટર ઉપર સોશિયલ મીડિયા થકી વડાપ્રધાન અને મુખ્યમંત્રી ઉપર અભદ્ર ટિપ્પણી કરવાનો પણ આરોપ છે.

બધા આરોપો અંગે ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સીઓ ભરથના વિભાગીય તપાર કરી રહ્યા છે. મરુ જિલ્લાના સહૂવારી ગામના ઇન્સ્પેક્ટર વિજય પ્રતાપને શુક્રવારે રાત્રે સસ્પેન્ડ કરી દીધા હતા. જિલ્લાના બિઠૌલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરે શુક્રવારે નવ વાગ્યાથી પોલીસ લાઈનથી હનુમંતપુરા સુધી 45 કિલોમીટર દોડીને સનસની ફેલાવી દીધી હતી.

ઇન્સ્પેક્ટર પ્રતિસાર નિરીક્ષકથી પોતાની નારાજગી વ્યક્ત કરીને દોડ લગાવી હતી. આ ઉપરાંત તે બીહડના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગને લઇને પણ નારાજ હોવાની કારણ પણ સામે આવ્યું હતું. આ મામલાએ જોર પકડ્યું હતું અને તેની વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ થઈ ગઈ અને શિસ્તભંગ અને ફરજમાંથી ગાયબ રહેવાના આરોપસર તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

અપર પોલીસ અધિક્ષક ગ્રામીણ ઓમવીર સિંહે ઇન્સ્પેક્ટર વિજય પ્રતાપના આચરણને પોલીસ જેવા અનુશાસિત દળ વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઇન્સ્પેક્ટર જન પ્રતિનિધિઓ અને સામાન્ય લોકો સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્પેક્ટરે રાજનીતિક કાર્યક્રમોમાં ભાગ લેવાના વીડિયો પણ અપલોડ કર્યા છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી વિરુદ્ધ આ ઇન્સ્પેક્ટર ટિપ્પણીઓ લખતો હતો.
First published: November 16, 2019, 11:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading