મનુષ્ય જાત અન્ય પ્રાણીઓથી એટલે અલગ છે કેમ કે તેને વિચારવાની શક્તિ આપી છે. પરંતુ માનવીના વિચારો ખરાબ થઈ જાય, તો પ્રાણી જગત ઉપર મસમોટી સમસ્યા ઉભી થઇ શકે છે. આવા અનેક દાખલા ભૂતકાળમાં બન્યા છે. કુદરતને છંછેડવાથી તેના કોપનો ભોગ પણ માણસજાત બને છે. પ્રાણીઓના માનવ પર હુમલા વધ્યા છે, તેનું કારણ પણ જંગલ (Forest) માં વધતી જતી માનવની દખલ (Human Interference) છે.
કર્ણાટક (Karanataka)ની સફારી (Safari)માં પ્રવાસીઓ (Tourists) ઉપર હુમલા થયા હોવાની ઘટના સામે આવી છે. આઈએફએસ અધિકારી સુસંતા નંદા (IFS Susanta Nanda) દ્વારા ટ્વિટર ઉપર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સફારી માટેના વાહન પાછળ હાથી દોડતો જોવા મળે છે. આ જ જગ્યાએ આગળ જઇને અન્ય એક હાથી પણ વાહનનો પીછો કરે છે. આખી ઘટના પરથી પ્રાણીઓની માનવજાત પ્રત્યે વધતી નફરત તરફ ઈશારો કરે છે. " isDesktop="true" id="1080233" >
જંગલમાં પ્રકૃતિનો લહાવો લેવા માટેના પ્રયત્નો દર વખતે સારા અનુભવ નથી આપતા. ઘણી વખત જીવ તાળવે ચોંટી જાય છે. જેથી પ્રાણીઓને છંછેડવા જોખમી સાબિત થઈ શકે છે.
Felt bad for the #elephants..
Tourists shouldn't drive away elephants like this.. it's highly condemnable..
agitated elephants will attack other people as retaliation., Such human behaviour is responsible for #man_elephant conflict.
Tourist safaris should Never never do this..
કેમેરામાં ઝડપાયેલી ઘટના ખૂબ દિલધડક હતી. એક સાથે બે હાથીનો હુમલાથી પ્રવાસીના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તેઓ ચીસો પાડવા લાગ્યા હતા. ચાલકે વાહન ફૂલ ગતિએ ભગાવ્યું હતું. આ વિડીયોના અંતમાં એક બે નહીં ચાર પાંચ હાથી વાહનની નજીક પહોંચી ગયા હોવાનું નજરે પડે છે.
‘ધી ન્યૂઝ મિનિટ’ના મત મુજબ કર્ણાટકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના મૈસુર (Mysuru)ના બીઆર હિલ્સ (BR Hills range forests) ખાતે બની હતી. આ વિડીયો વાઇરલ (Viral Video) થયા બાદ લોકો પોતપોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઉઠ્યો છે. ઉપરાંત પ્રાણીઓની થતી હેરાનગતિ સામે પણ સવાલો ઉઠ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર