પેટમાં દર્દની ફરિયાદ સાથે મહિલા હૉસ્પિટલ પહોંચી, ડૉક્ટર તપાસમાં માલુમ પડ્યું કે તે પુરુષ છે!

News18 Gujarati
Updated: June 26, 2020, 5:58 PM IST
પેટમાં દર્દની ફરિયાદ સાથે મહિલા હૉસ્પિટલ પહોંચી, ડૉક્ટર તપાસમાં માલુમ પડ્યું કે તે પુરુષ છે!
પ્રતિકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લાની 30 વર્ષીય મહિલાના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. થોડા સમય પહેલા તેને પેટના નીચેના ભાગમાં દુઃખાવો થયો હતો.

  • Share this:
કોલકાતા : એક મહિલા (Kolkata Woman)છેલ્લા 30 વર્ષથી સામાન્ય જીવન જીવી રહી હતી. તેની જિંદગીમાં કોઈ સમસ્યા ન હતી. પરંતુ એક દિવસ તેને અચાનક પેટમાં દુઃખાવો (Stomach Pain) ઉપડ્યો હતો. જે બાદમાં તે હૉસ્પિટલ (Hospital) પહોંચી હતી. અહીં તપાસ દરમિયાન ડૉક્ટર્સને માલુમ પડ્યું હતું કે દર્દી તરીકે જે મહિલા આવી છે તે ખરેખર યુવક છે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં હકીકતમાં આ બનાવ સામે આવ્યો છે.

ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જ દુર્લભ કેસ છે. તપાસ બાદ માલુમ પડ્યું કે યુવતીની 22 વર્ષીય બહેન પણ Androgen insensitivity syndromeની સમસ્યાથી પીડાતી હતી. જેમાં શારીરિક રીતે જે તે વ્યક્તિમાં મહિલાના તમામ લક્ષણો હોય છે પરંતુ આનુવંશિક રૂપથી તે પુરુષ હોય છે.

પેટના નીચેના ભાગમાં દર્દ

પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લાની 30 વર્ષીય મહિલાના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. થોડા સમય પહેલા તેને પેટના નીચેના ભાગમાં દુઃખાવો થયો હતો. જે બાદમાં તેણી કોલકાતાની સુભાષચંદ્ર બોઝ કેન્સર હૉસ્પિટલમાં આવી હતી. અહીં ડૉક્ટર અનુપમ દત્તા અને ડૉક્ટર સૌમેન દાસે તેની મેડિકલ તપાસ કરી હતી, આ દરમિયાન તેણી પુરુષ હોવાનું માલુમ પડ્યું હતું.

આ પણ વાંચો : અનલૉક 2.0ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અને મેટ્રો શરૂ કરવા પર ફોકસ

ડૉક્ટરનું શું કહેવું છે? 

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે ડૉક્ટર દત્તાએ કહ્યુ કે, "અમે પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ તપાસ કરી તે માલુમ પડ્યું તેના શરીરમાં અંડકોષ છે. એક બાયોપ્સી કરવામાં આવી હતી, જે બાદમાં તેના વૃષણના કેન્સરની સારવાર કરવામાં આવી હતી. જેને સેમિનોમા પણ કહે છે. હાલ તેણીની કીમોથેરપી ચાલી રહી છે, તેની સ્થિતિ સ્થિર છે."

આ પણ વાંચો :  'રવિવાર સુધી ખરીદી કરી લો, રવિવાર મધ્યરાત્રીથી બે અઠવાડિયા સુધી સજ્જડ લૉકડાઉન'

ડૉક્ટર દત્તાએ વધુમાં કહ્યું કે, "તેના અંડકોષ શરીરની અંદર અવિકસિત રહ્યા છે, જ્યારે ટેસ્ટોસ્ટેરોનનો કોઈ સ્ત્રાવ ન હતો. બીજી તરફ તેના મહિલા હોર્મેન્સે તેણીને મહિલાનું રૂપ આપ્યું હતું."

મહિલાની બે માસીને પણ આ બીમારી હતી

ડૉક્ટર દત્તાએ કહ્યું કે, "મહિલાના લગ્નના આશરે 10 વર્ષ થયા છે. હાલમાં અમે દર્દી અને તેના પતિનું કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ. અમે તેમને સલાહ આપી છે કે તેઓ પોતાનું નિયમિત જીવન જીવવાનું ચાલુ રાખે. આ દંપતીએ અનેક વખત ગર્ભધારણનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા. દર્દીની બે માસીને પણ આવા જ સિન્ડ્રોમ હોવાની માહિતી સામે આવી છે."
First published: June 26, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading