કોરોનાઃ Tiktok પર વાયરલ સારવાર અજમાવવી ભારે પડી, ધતૂરો ખાવાથી 11 લોકો હૉસ્પિટલમાં દાખલ

કોરોનાઃ Tiktok પર વાયરલ સારવાર અજમાવવી ભારે પડી, ધતૂરો ખાવાથી 11 લોકો હૉસ્પિટલમાં દાખલ
પ્રતીકાત્મક તસવીર

બે પરિવારે ટિકટોક વીડિયો જોઈને ધતૂરાનાં ફૂલ ખાધાં, 11 લોકોને ડૉકટરોએ માંડ-માંડ બચાવ્યા

 • Share this:
  ચિત્તુરઃ કોરોના વાયરસ (Coronavirus)ને લઈને સરકાર દેશભરમાં જાગૃતતા અભિયાન (Awareness Campaign) ચલાવી રહી છે. તેમ છતાંય કેટલાક લોકો પોતાની મરજીનું કરતા હોય છે. લોકો આ ખતરનાક વાયરસથી બચવા માટે વિચિત્ર પ્રકારના ઉપાય પણ અજમાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના ચિત્તૂરમાં સામે આવ્યો છે. ‘ધ ન્યૂઝ મિનિટ’ના અહેવાલ મુજબ, બે પરિવારોને TikTok પર વાયરલ કોરોનાનો ઘરગથ્થુ ઉપચાર અજમાવવો મોંઘો પડી ગયો. તબીયત ખરાબ થવાના કારણે બંને પરિવારના 11 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં પડ્યા છે.

  ધતૂરાનું ફૂલ  ખાતાં થયા બીમાર  પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવારોએ TikTok પર એક વીડિયો જોયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ઉમ્મેઠા કાયા’ ખાવાથી કોરોના વાયરસથી વિરુદ્ધ ઇમ્યૂનિટી લેવલ વધારી શકાય છે. નોંધનીય છે કે ‘ઉમ્મેઠા કાયા’ ધતૂરાના છોડ પર ઊગતું ઝેરી ફળ છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફળને ખાવાથી કોરોના વાયરસ તાત્કાલિક ખતમ થઈ જાય છે.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં પોલીસનું ડ્રોન જોઈ શખ્સ ઝાડની પાછળ સંતાયો, પછી લગાવી દોટ, Viral Video

  નકલી દાવો કરનારને પોલીસ શોધી રહી છે

  પોલીસ હાલ ખોટો દાવો કરનારા વીડિયોને બનાવનારા લોકોની શોધખોળ કરી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસને કોઈ મોટી સફળતા નથી મળી. ‘ઉમ્મેઠા કાયા’ ખાધા બાદ પીડિતોની હાર્ટબીટ વધી ગઈ અને શરીર પર અનેક સ્થળે ચાઠા પડવા લાગ્યા. ડૉક્ટરો મુજબ, ‘ઉમ્મેઠા કાયા’માં એન્ટ્રોપાઇન ઝેર હોય છે જે કોઈના માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સારી વાત એ છે કે દર્દીઓને સમયસર સારવાર મળી, જેના કારણે તેઓ સાજા થઈને ઘરે પરત જઈ શકશે.

  આ પણ વાંચો, કોરોના વાયરસઃ હૉટસ્પૉટ વિસ્તારમાં રહેનારા લોકો કઈ વાતોનું ધ્યાન રાખે?

  આ પણ વાંચો, બીજી પત્નીને મળવા શખ્સે પોલીસની મંજૂરી માંગી, જવાબ મળ્યો- એકથી કામ ચલાવો!
  First published:April 09, 2020, 12:33 pm

  ટૉપ ન્યૂઝ