બિઝનેસમેન આનંદ મહિન્દ્રા (anand mahindra)એ ટ્વિટર પર 'ફુગાવાને દૂર કરવા માટેનો’ એક ઉપાય શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર મુંબઈની તાજમહેલ પેલેસ હોટેલ (Taj Hotel)નો બ્લેક & વ્હાઈટ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું, ફુગાવાને દૂર કરવા માટેનો ઉપાય છે, ટાઈમ મશીન. આ લક્ઝરી હોટેલના રૂમનું એક રાત્રીનું ભાડુ તે સમયે 6 રૂપિયા હતું. “આ ફુગાવાને દૂર કરવાનો ઉપાય છે. ટાઈમ મશીનમાં જાઓ અને પહેલાના સમયમાં પરત ફરો. પહેલા એવા દિવસો હતા કે જ્યાં તાજ, મુંબઈમાં એક દિવસનું ભાડુ રૂ. 6 હતું.” આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર તાજ હોટેલની જુની જાહેરાત શેર કરી છે.
આ પોસ્ટ અંગે ટ્વિટર યૂઝર કેટલીક અન્ય રસપ્રદ બાબતો શેર કરી હતી. એક ટ્વિટર યૂઝરે આનંદ મહિન્દ્રાની પોસ્ટ પર રિપ્લાય આપ્યો છે કે “વર્ષ 1903માં રૂમમાં પંખા અને બાથરૂમની સુવિધા સાથે રૂમનું ભાડુ રૂ. 13 લેવામાં આવતું હતું અને આખા બોર્ડની સુવિધા સાથે રૂ. 20 ભાડુ લેવામાં આવતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આ હોટેલ 600 બેડની સૈન્ય હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી. ત્યારે તાજમહેલ પેલેસમાં 6 ફ્લોર અને હાલ તાજમહેલ ટાવરમાં 20 ફ્લોર હતા.”
So here’s a way to beat inflation. Get into a time machine and go back…way back. ₹6 per night for the Taj, Mumbai? Now those were the days… pic.twitter.com/7WYHqKodGx
અન્ય ટ્વિટર યૂઝરે તાજ હોટેલની જૂની જાહેરાત શેર કરી છે અને કેપ્શન આપ્યું કે ‘admirable’.
અનેક લોકો પહેલાની તાજ હોટેલ સાથે સંકળાયેલ વિગતો શેર કરી રહ્યા છે.
અન્ય ટ્વિટર યૂઝરે કમેન્ટ કરી કે, તે ગોલ્ડન ટાઈમ આટલો સુવર્ણ સમય નહોતો.
જયારે કેટલાક યૂઝરે ‘ટાઈમ મશીન’ સોલ્યુશન અંગે સવાલો કર્યા હતા.
આ ટ્વિટર પોસ્ટને 8,000 લાઈક્સ મળી છે અને 700 વખત રિટ્વિટ કરવામાં આવ્યું છે.
આનંદ મહિન્દ્રા સમયાંતરે ટ્વિટર પર રસપ્રદ બાબતો શેર કરતા રહે છે. આનંદ મહિન્દ્રાએ કેટલાક બ્યુટીફૂલ બતકનો એક વિડીયો પણ શેર કર્યો છે. એક સદી બાદ આસામમાં આ બતક જોવા મળ્યા હતા.
આનંદ મહિન્દ્રા સમગ્ર વિશ્વની અનેક રસપ્રદ બાબતો શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે એક જૂનો વિડીયો શેર કર્યો છે, જેમાં તેમના બાળપણના મિત્ર મલયાલમમાં ગીત ગાઈ રહ્યા છે. આ પોસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે, ક્લિપમાં જે વ્યક્તિ ગીત ગાઈ રહ્યો છે તે કોઈ વિદેશી નથી, પરંતુ તેમનો મિત્ર નિકોલસ હોર્સબર્ગ છે. તેઓ તેમના મિત્રને નિક કહે છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાની તુલના ‘બાહુબલી’ સાથે કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર