Home /News /eye-catcher /

OMG! વર્ષોથી મૃતદેહોને મોટી ટાંકીઓમાં રાખવામાં આવે છે અહીં, મૃતદેહોને પુનર્જીવિત કરવાનો ચાલી રહ્યો છે પ્રયોગ

OMG! વર્ષોથી મૃતદેહોને મોટી ટાંકીઓમાં રાખવામાં આવે છે અહીં, મૃતદેહોને પુનર્જીવિત કરવાનો ચાલી રહ્યો છે પ્રયોગ

સોશિયલ મીડિયા (Social Media) પર અમેરિકા (America)ની એક લેબની તસવીરો (Living Dead Experiment) સામે આવી છે,

અમેરિકા (America)ની એક લેબમાં વર્ષોથી ઘણા મૃતદેહો ટાંકી (Dead Bodies In Tanks)માં બંધ છે. આ લેબમાં મૃતદેહોને જીવિત કરવા માટે લિવિંગ ડેડ (Living Dead Experiments)ના પ્રયોગો ચાલી રહ્યા છે.

    જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે. ભગવાન ઇચ્છે તો સૌથી મોટા અકસ્માતમાં પણ કોઇનો જીવ બચાવી લે છે. નહિંતર, ઘણી વખત ઊંઘમાં પણ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ માણસ હંમેશા કુદરત સાથે હરીફાઈ કરતો આવ્યો છે. તેને ઘણી વખત આનો માર પણ સહન કરવો પડ્યો છે, પરંતુ તેમ છતાં માણસ સંભાળવાનું નામ નથી લેતો. સોશિયલ મીડિયા (Social Media) પર અમેરિકા (America)ની એક લેબની તસવીરો (Living Dead Experiment) સામે આવી છે, જેના વિશે એવું કહેવાય છે કે મૃતદેહોને જીવંત બનાવવાનું કામ ત્યાં ચાલી રહ્યું છે.

    હા, તબીબી જગતે સમયની સાથે ઘણી પ્રગતિ કરી છે. આમાં ઘણી એવી ટેકનિક આવી છે, જેના વિશે થોડા સમય પહેલા સુધી કોઈ કલ્પના પણ કરી શક્યું ન હતું. પરંતુ હવે તમામ ટેક્નોલોજીને પાછળ છોડીને એક પ્રયોગ ચર્ચામાં છે. આ ટેક્નિક દ્વારા મૃત લોકોને ફરીથી જીવિત કરી શકાય છે. જો તમને લાગતું હોય કે અમે મજાક કરી રહ્યા છીએ તો તમે ખોટા છો. જી હા, એક એવી ટેકનિક મળી રહી છે જેના દ્વારા મૃત લોકોને જીવિત કરી શકાય છે.

    અમેરિકામાં ચાલી રહ્યા છે પ્રયોગો
    અમેરિકામાં, આ તકનીકને ક્રાયોનિક્સ કહેવામાં આવે છે. એરિઝોનામાં બનેલી લેબમાં આ ટેકનીક દ્વારા ઘણા મૃતદેહોને જીવતા રહેવાની આશામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: OMG! 2019થી ગુમ હતી 6 વર્ષની બાળકી, 3 વર્ષ બાદ ખબર પડી તો ચોંકી ઉઠી પોલીસ!

    આમાં ઘણા અમીર લોકોનો સમાવેશ થાય છે, જેમણે તેમના મૃત્યુ પહેલા ફરીથી જીવિત થવાની આશામાં તેમના મૃતદેહોને લેબને સોંપી દીધા હતા. તેના બદલામાં, તેમણે મૃત્યુ પહેલાં લેબને ઘણી મોટી રકમ ચૂકવી હતી. આ લોકોને ફરીથી જીવિત થવાની આશા હતી. એટલા માટે તેમણે તેમની ડેડ બોડીને બચાવવા માટે લેબને સોંપી દીધી.

    આ પણ વાંચો: OMG! ભગવાને શખ્સને આપી છે accident proof બોડી, કાર ક્રેશમાં નથી થઈ શકતી મોત!

    આ રીતે કામ કરે છે ટેક્નોલોજી
    હવે ક્રાયોનિક્સ વિશે વાત કરીએ. આમાં મૃત શરીરને ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખવામાં આવે છે. આના કારણે મૃત્યુ પછી ઘણા વર્ષો સુધી શરીરને કોઈ નુકસાન નહીં થાય. આવી સ્થિતિમાં, ભવિષ્યમાં જ્યારે પણ તેમને પુનર્જીવિત કરવાની ટેક્નોલોજી આવશે, ત્યારે આ શબને પુનર્જીવિત કરવામાં આવશે. આ આશામાં તેઓ સંગ્રહિત થઈ રહ્યા છે. આ ટેકનિક વિશે નિષ્ણાતો કહે છે કે સો વર્ષ પહેલા ચંદ્ર પર જવું અશક્ય હતું. પરંતુ આજે તે શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં કોઈ ટેક્નોલોજી મૃત લોકોને જીવિત કરશે એવી આશા રાખવી ખોટું નથી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: New Research, OMG News, Shocking news, United states of america, અજબગજબ

    આગામી સમાચાર