Home /News /eye-catcher /

મહિલાએ પોતાના લાંબા નખ દ્વારા બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ, એક ઘટનાએ બદલી નાંખી આખી જીંદગી!

મહિલાએ પોતાના લાંબા નખ દ્વારા બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ, એક ઘટનાએ બદલી નાંખી આખી જીંદગી!

મહિલાએ પોતાના નખના જોરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ એક અકસ્માતે તેનો તાજ છીનવી લીધો

અમેરિકાના ઉટાહ (Utah, America)માં રહેતી લી રેડમંડે (Lee Redmond) 1979થી પોતાના હાથના નખ કાપવાનું બંધ કરી દીધું હતું. તેના નખ વઘારતી વખતે તે જ્યારે 19 વર્ષની થઈ ત્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (woman with the longest nails in the world)એ તેનો સંપર્ક કર્યો હતો.

વધુ જુઓ ...
  દુનિયામાં ઘણા લોકોને આવા રેકોર્ડ બનાવવાનો શોખ હોય છે, જેના દ્વારા તેઓ દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડી શકે છે. જેના કારણે ઘણા લોકો પોતાની આવડતનો ઉપયોગ કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) માં પોતાનું નામ નોંધાવવા માંગે છે. અમેરિકાની એક મહિલાએ આવું જ વિચાર્યું. તેણીએ તેના નખના આધારે વિશ્વ રેકોર્ડ (Woman with World’s longest nails) બનાવ્યો, પરંતુ તે પછી એક અકસ્માતે (Woman lost long nails in road accident) તેની પાસેથી તેનો તાજ છીનવી લીધો અને તે સંપૂર્ણપણે તૂટી ગઈ.

  અમેરિકાના ઉટાહ (Utah, America)માં રહેતી લી રેડમંડે (Lee Redmond) 1979થી પોતાના હાથના નખ કાપવાનું બંધ કરી દીધું હતું. તેના નખ વઘારતી વખતે તે જ્યારે 19 વર્ષની થઈ ત્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (woman with the longest nails in the world)એ તેનો સંપર્ક કર્યો અને તેના નખ માપ્યા, ત્યારબાદ તેનું નામ સૌથી લાંબા નખ ધરાવતી મહિલા તરીકે નોંધાયું.

  લી વિશ્વની સૌથી લાંબા નખ ધરાવતી મહિલા બની
  વર્ષ 2008 સુધી તેમના નખ સૌથી લાંબા હતા. તેના બંને હાથના નખની લંબાઈ 28 ફૂટ 4 ઈંચ હતી. તેના જમણા હાથના અંગૂઠાનો નખ 2 ફૂટ 11 ઈંચ હતો. તેણે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે પોતાની જાતને પડકારી રહી હતી કે તે નખ કાપ્યા વગર કેટલો સમય રહી શકે છે. જેમ જેમ નખ લાંબા થતા ગયા તેમ તેમ તે વળી જતા રહ્યા. તે દરરોજ પોતાના નખની સંભાળ રાખતી અને પેડિક્યોર કરાવતી. તે તેને ગરમ ઓલિવ ઓઈલમાં ડુબાડતી, જેનાથી નખ સખત થઈ જતા. આ પછી, તેણીને અલગ દેખાવા માટે તેના નખને ગોલ્ડ કલરથી રંગાવતી હતી. તેણીએ હંમેશા એક તારીખ નક્કી કરી હતી કે તે દિવસે તે તેના નખ કાપશે, પરંતુ તેના નખ તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો અને તેણે તેને કાપવાનું બંધ કરી દીધું.

  આ પણ વાંચો: પ્રેમ કે ગાંડપણ! છોકરીએ HIV+ બોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢી પોતાના શરીરમાં કર્યું ઈન્જેકટ

  માર્ગ અકસ્માતમાં નખ તૂટી ગયા
  બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ વર્ષ 2009માં તેની સાથે એક એવી ઘટના બની જેણે તેની પાસેથી બધું છીનવી લીધું અને તે સંપૂર્ણપણે ભાંગી પડી. 10 ફેબ્રુઆરી 2009ના રોજ તેમની કારનો ભયાનક અકસ્માત થયો હતો જેમાં વાહન ઘણી વખત પલટી ગયું હતું. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ અકસ્માતમાં તે બચી ગઈ પરંતુ તેના નખ બચી શક્યા નહીં. નખ જોતાં જ તેના આંસુ નીકળી ગયા.

  આ પણ વાંચો: શરીર પર ટેટૂ ત્રોફાવવું પડ્યું ભારે, વારાણસીમાં અનેક યુવકો થયા HIV સંક્રમિત

  એક અજાણ્યા વ્યક્તિએ અકસ્માત સ્થળેથી તેમના નખ ઉપાડ્યા અને તેમને લીને સોંપ્યા, જેમણે તેમને પેકેટમાં સુરક્ષિત રાખ્યા. હવે તેને તેનો જૂનો સમય યાદ આવે છે જ્યારે તેના નખ સૌથી મોટા હતા. આજના સમયમાં આ રેકોર્ડ અમેરિકાની અયાન્ના વિલિયમ્સના નામે છે. લી હવે 68 વર્ષની છે અને તેણી કહે છે કે તેણીના નખ ઉગાડવામાં તેણીને 30 વર્ષ લાગ્યા હતા, હવે તે ફરીથી આટલો સમય પસાર કરવા માંગતી નથી કારણ કે તેણી જાણતી નથી કે તે આટલો લાંબો સમય જીવશે કે નહીં. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે હવે તેના માટે રોજિંદા કામ કરવું સરળ થઈ ગયું છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: OMG News, Viral news, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन