Home /News /eye-catcher /

પ્લેનમાં માણસે માસ્ક કાઢી નાખ્યું તો મહિલાએ લાફો મારી દીધો, ગાળાગાળી કરતો video viral

પ્લેનમાં માણસે માસ્ક કાઢી નાખ્યું તો મહિલાએ લાફો મારી દીધો, ગાળાગાળી કરતો video viral

મહિલાએ વ્યક્તિને થપ્પડ મારી અને ગાળો બોલવા લાગી. (Image- Instagram)

Viral flight video: ફ્લોરિડાના ટેમ્પા (Tampa, Florida)થી જ્યોર્જિયાના એટલાન્ટા (Atlanta, Georgia) જનારી ડેલ્ટા ફ્લાઈટમાં એક મહિલાએ ભારે હોબાળો (woman slapped man in aeroplane) મચાવ્યો. એ પછી એ મહિલાની FBIએ ધરપકડ કરી હતી.

  Viral flight video: કોરોનાનો કાળો કેર (Coronavirus) હજુ પણ વર્તાય છે. કોવિડ-19ના (Covid-19) ઓમીક્રોન વેરિઅન્ટને (Omicron Variant) લીધે લોકોની ચિંતા ફરી વધી રહી છે કારણકે સંક્રમણની ગતિ ફરી તેજ થઈ ગઈ છે. એવામાં માસ્ક ને સોશિયલ ડિસ્ટન્સ (Face Msk and Social Distancing)નું કડકાઈથી પાલન કરવાના દિવસો ફરી આવી ગયા છે. કેટલાક લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે અને જે નથી કરી રહ્યા તેમને જાગૃત કરી રહ્યા છે. પરંતુ અમેરિકાની એક મહિલાએ સામેવાળાને માસ્કની બાબતે નિયમનું પાલન કરાવવા માટે કાયદો પોતાના હાથમાં લઈ લીધો અને ફ્લાઈટમાં એક વડીલને લાફો (American woman slapped man in aeroplane) મારી દીધો.

  મિરર વેબસાઈટની રિપોર્ટ મુજબ ફ્લોરિડાના ટેમ્પા (Tampa, Florida)થી જ્યોર્જિયાના એટલાન્ટા (Atlanta, Georgia) જનારી ડેલ્ટા (Delta) ફ્લાઈટમાં એક મહિલાએ ભારે હોબાળો મચાવ્યો. એ પછી એ મહિલાની એફબીઆઈએ ધરપકડ કરી હતી. જાણકારી મુજબ મહિલાનું નામ પેટ્રીશિયા કોર્નવોલ (Patricia Cornwall) છે.

  વૃદ્ધ માણસને થપ્પડ મારી ગાળો બોલવા લાગી મહિલા

  સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Flight videos) થઈ રહેલા વિડીયોમાં મહિલા એક વૃદ્ધ માણસની સીટ સામે ઊભી રહીને તેમને ખૂબ ગુસ્સાપૂર્વક માસ્ક પહેરવાનું કહી રહી છે. પાછું વક્રતા એ છે કે એ મહિલાએ પોતે માસ્ક મોઢાની નીચે રાખ્યું હોય છે. એ સામેવાળા સાથે ઝઘડો કરે છે અને ધીમે-ધીમે તેનો ગુસ્સો વધી જાય છે.

  આ પણ વાંચોઃ-surat: બે જૂથના ઝઘડામાં યુવકની હત્યા, પાંચ જણના પરિવારનો આર્થિક સહારો છીનવાયો

  એ પછી મહિલા એ વડીલને ખૂબ ગાળો (Woman Abused Old Man and Slapped in Flight) આપવા લાગે છે. આ જ દલીલબાજીમાં તે લાફો ઝીંકી દે છે. ફ્લાઈટના ક્રૂ મેમ્બર મહિલાને સતત રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ એ મહિલા માણસને ગાળો આપતી જાય છે. એક વ્યક્તિએ તો એવું પણ કહ્યું કે મહિલાએ વૃદ્ધ માણસ પર ગુસ્સામાં થૂંક્યું પણ હતું.
  એફબીઆઈએ કરી ધરપકડ

  રિપોર્ટ અનુસાર જ્યારે ફ્લાઈટ એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી તો મુસાફરો અને ફ્લાઈટ સ્ટાફે પોલિસને આ સમગ્ર ઘટનાની ફરિયાદ કરી અને સાબિતી તરીકે વિડીયો આપ્યો. પ્રૂફ જોઈને પોલીસે તરત જ એફબીઆઈ (FBI)નો સંપર્ક કર્યો અને તેમણે મહિલાની અટકાયત કરી છે.

  આ પણ વાંચો: Higher IQ than Einstein: આઇન્સ્ટાઇનથી પણ વધુ સ્માર્ટ છે 12 વર્ષનું બાળક, IQમાં ભલભલાને આપી માત

  જોકે, આ પહેલી વખત નથી કે ફ્લાઈટમાં લોકોએ હાથાપાઈ (Fights in Flight) શરુ કરી હોય. આ વર્ષે ઓગસ્ટમાં અમેરિકાથી જ લડાઈના એક સમાચાર સામે આવ્યા હતા. ન્યુ ઓર્લિયન્સથી ઓસ્ટિન જતી ફ્લાઈટમાં સીટ પાછળ કરવાને લઈને બે પેસેન્જરો વચ્ચે ભયંકર મારપીટ થઈ ગઈ હતી.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Ajab Gajab, Ajab gajab news, Flights, Trending news, Viral videos, અજબ ગજબ સમાચાર, વાયરલ વીડિયો

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन