Home /News /eye-catcher /

અમેરિકાની આ મહિલા 12 બાળકોની માતા બનીને પણ નથી સંતુષ્ટ, હજી પણ ઈચ્છે વધુ બાળકો

અમેરિકાની આ મહિલા 12 બાળકોની માતા બનીને પણ નથી સંતુષ્ટ, હજી પણ ઈચ્છે વધુ બાળકો

12 બાળકોની માતા બનીને પણ નથી સંતુષ્ટ, હજી 13મા બાળકની માતા બનવા માગે છે.

અમેરિકા (American woman have 12 children)ની એક મહિલાના વિચારો અન્ય મહિલાઓ કરતા એકદમ અલગ છે. તે 12 બાળકોની માતા (Woman mother to 12 children)છે, પરંતુ તે તેનાથી સંતુષ્ટ નથી, તે વધુ બાળકો ઈચ્છે છે પરંતુ હવે તે શક્ય નથી.

    કોઈપણ મહિલા માટે માતા બનવું એ સૌથ ખુશી વાત હોય છે. જો કે પ્રેગ્નન્સીની જર્ની મુશ્કેલ હોય છે. બાળકના જન્મ પહેલા અને પછી મહિલાની જીંદગી સંપૂર્ણ રીતે બદલાય જાય છે. મહિલાના શરીરમાં ઘણા ફેરફાર આવે છે, જવાબદારી વધી જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ આજના સમયમાં એક બાળકથી વધારે બાળક નથી ઈચ્છતી પરંતુ અમેરિકા (American woman have 12 children)ની એક મહિલાના વિચારો અન્ય મહિલાઓ કરતા એકદમ અલગ છે. તે 12 બાળકોની માતા (Woman mother to 12 children)છે, પરંતુ તે તેનાથી સંતુષ્ટ નથી, તે વધુ બાળકો ઈચ્છે છે પરંતુ હવે તે શક્ય નથી

    અમેરિકાના કેલિફોર્નિયા (California, America)માં રહેતી 38 વર્ષની આઇરિસ પર્નેલ (Iris Purnell)એ હાલમાં ન્યૂયોર્ક પોસ્ટ વેબસાઈટ સાથે વાતચીત કરી પોતાના વિશે જણાવ્યું અને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તે 12 બાળકોની માતા છે જ્યારે તે સતત 16 વર્ષ સુધી પ્રેગ્નન્ટ (woman pregnant for 16 consecutive years) રહી ચૂકી છે. તે વર્ષ 2004થી માંડી વર્ષ 2019 સુધી દર વર્ષે પ્રેગ્નન્ટ રહી છે. તે પોતાના પાર્ટનર કોર્ડેલની સાથે રહે છે અને બાળકોનું ઘણું ધ્યાન રાખે છે.








    View this post on Instagram






    A post shared by Iris Purnell (@mrs.storm)






    વર્ષ 2005માં પોતાન પાર્ટનર સાથે થઈ હતી મુલાકાત

    તેણે જણાવ્યું કે, તે પોતાની પ્રેગ્નન્સીના સમયને મિસ કરી રહી છે કેમ કે તેનું માનવું છે કે પ્રેગ્નન્સીએ તેણે ઘણું શીખવાડ્યું છે. તેણે કહ્યું- મારા 6-સી-સેક્શન થયા છે પરંતુ ગર્ભવતી હોવાથી મને આધ્યાત્મિક પ્રગતિ થઈ. મેં ધીરજ રાખી અને મારા શરીરની સાથે સ્થિર બેસી રહેવાનું શીખી લીધું છે. તમને જણાવી દઈએ કે આઈરિસ એક કોરિયોગ્રાફર છે. તે વર્ષ 2005માં કોર્ડેલને મળી હતી જે ઈન્ટરનેશન ડાન્સર છે. તે દરમિયાન બંનેની પાસે એક એક બાળક અગાઉના રિલેશનશિપથી હતું.

    હવે પ્રેગ્ન્ટ નહીં થઈ શકે આઈરિસ

    કપલ પોતાના 12 બાળકોની સાથે રહે છે. તે યુટ્યુબ અને ટિકટોક પર વીડિયો પોસ્ટ કરતા રહે છે જેને લોકો ઘણા પસંદ કરે છે. તાજેતરમાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે એ જણાવે છે કે તે સતત 16 વર્ષ સુધી પ્રેગ્નન્ટ હતી. તે સાથે જ તેણે એ પણ જણાવ્યું કે તે ફરીથી પ્રેગ્નન્ટ થવા માગે છે અને પોતાના પ્રેગ્નન્સીના સમયને મિસ કરી રહી છું. તેણે ટ્યુબલ લિગેશન સર્જરી કરાવી લીધી છે જેનાથી તે ફરીથી પ્રેગ્નન્ટ નહીં થઈ શકે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन