નવી દિલ્હી: ડેટિંગનો ટ્રેન્ડ (trend) આજકાલ ઝડપથી વધી રહ્યો છે. લોકો ઓનલાઇન ડેટિંગ (Online Dating) સાઇટ્સ પર લોકોને મળે છે અને તેમના વિશે જણ્યા વિના જ તેમને મળવા તૈયાર (Dating with Strangers) થઈ જાય છે. કેટલીક વાર તેમની સાથે છેતરપિંડી પણ થાય છે. તાજેતરમાં અમેરિકાની એક મહિલા સાથે પણ આવું જ બન્યું હતું જે એક અજાણ્યા પુરુષ સાથે ડેટિંગ (American Woman Googled Name of Stranger Date) પર જઈ રહી હતી. પરંતુ જતા પહેલા તેણે ગૂગલ પર તેનું નામ તપાસ્યું.
અમેરિકાના નેશવિલે (Nashville, America)માં રહેતી શાઇના કે કાર્ડવેલે (Shaina Kay Cardwell) એક કંપનીમાં રિક્રૂટમેન્ટ મેનેજર તરીકે કામ કરે છે. તાજેતરમાં તેણે પોતાનો વિચિત્ર ડેટિંગ અનુભવ (Weird Dating Experience) શેર કર્યો હતો. શાઇનાએ જણાવ્યું કે તે હિન્ઝ નામની ડેટિંગ એપ્લિકેશન પર એક વ્યક્તિને મળી હતી, જેની સાથે થોડા દિવસો સુધી વાત કર્યા પછી પહેલી વાર ડેટ પર જવાનું વિચાર્યું હતું.
ગૂગલ પર નામ સર્ચ કરતાં જ ઉડી ગયા હોશ
લોકો આજકાલ તેમના પાર્ટનરન સાથે ડેટિંગ શરૂ કરતા પહેલા સોશિયલ મીડિયા સાઇટ્સ પર સ્ટોક કરે છે, જેથી તેમના વિશે વઘુ જાણકારી મેળવી શકે. મહિલાએ પણ એવું જ કર્યું. તેણે ડેટ પર જતા પહેલા તેના પાર્ટનરને સીધો સર્ચ એન્જિન ગૂગલ પર સર્ચ કર્યો, જેથી તે તેના વિશે બધું જાણી શકે.
અપહરણના કેસમાં થઈ ચૂકી છે શખ્સની ધરપકડ
શાઈનાએ તે વ્યક્તિને સર્ચ કરતાની સાથે જ ભાન ગુમાવી દીધું હતું. ધ સન વેબસાઇટે અહેવાલ આપ્યો હતો કે મહિલાએ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે તેણે ગૂગલ પર આ પુરુષનું નામ ટાઇપ કર્યું ત્યારે તેને ખબર પડી કે અપહરણના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
આ જાણીને શાઈના સ્તબ્ધ થઈ ગઈ. તેણે પોતાના વીડિયોમાં અન્ય મહિલાઓને સમજાવ્યું હતું કે તેઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ડેટ પર જાય તે પહેલાં સોશિયલ મીડિયા તેમજ ગૂગલ પર તેમને તપાસો. ઘણા લોકોએ મહિલાના વીડિયો પર ટિપ્પણી કરીને જવાબ આપ્યો છે. એક મહિલાએ કહ્યું કે આ કારણે તે ડેટિંગ સાઇટ્સ દ્વારા લોકોને ડેટ કરતી નથી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર