'ડૉક્ટરોએ મારી ઈચ્છા વિરુદ્ધ મને જીવતો કર્યો', કેદીએ જેલમાંથી મુક્તિ માટે અરજી કરી

News18 Gujarati
Updated: November 11, 2019, 4:09 PM IST
'ડૉક્ટરોએ મારી ઈચ્છા વિરુદ્ધ મને જીવતો કર્યો', કેદીએ જેલમાંથી મુક્તિ માટે અરજી કરી
કેદીની તસવીર

2018માં વપૈલોની એક કોર્ટમાં (Court) ફરીથી અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તે વર્ષ 2012માં બીમારીથી મરી ગયો હતો. પછી તેને તેની ઈચ્છા વિરુદ્ધ ડૉક્ટરોએ (Doctor) જીવિત કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અમેરિકાના (United States of America) આયોવામાં (Iowa) એક કેદી (Prisoner) બેન્જામિન શ્રેઈબરે (Benjamin Schreiber) કોર્ટને અપીલ કરીને દાવો કર્યો છે કે, તેની આજીવન કેદની સજા પુરી થયાને ચાર વર્ષ થયા છે. વર્ષ 2015માં તે થોડા સમય માટે મરી ગયો હતો. ત્યારબાદ તબીબોના પ્રયત્નથી તેના શ્વાસ ફરી ચાલવા લાગ્યા હતા અને તે જીવિત થયો હતો. શ્રેઈબરે ત્રણ સભ્યોવાળી બેચ (Court of Law) પાસે માંગણી કરી છે કે હવે નવું જીવન જેલની (Jail) બહાર જીવવાની તક આપવામાં આવે.

કોર્ટે શ્રેઈબરની અરજી નકારતા કહ્યું હતું કે, 'જો તે જીવિત છે તો તેને જેલમાં હોવું જોઈએ. જો તે મરી ગયો છે તો આ અરજી જ ખોટી છે.' ડેસ મોઈનેસ રજિસ્ટર અનુસાર 1996માં શ્રેઈબરને હુકાડી વડે એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેને આજીવન કેદની સજા થઈ હતી.

આ પણ વાંચોઃ-લાલ ડ્રેસમાં ઉર્વશી રૌતેલાનો ધમાકેદાર ડાન્સ, video જોઈને ઉડી જશે હોશ

પોતાની મુક્તિ માટે શ્રેઈબર અનેક અરજીઓ દાખલ કરી ચૂક્યો છે. 2018માં વપૈલોની એક કોર્ટમાં (Court) ફરીથી અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તે વર્ષ 2012માં બીમારીથી મરી ગયો હતો. પછી તેને તેની ઈચ્છા વિરુદ્ધ ડૉક્ટરોએ (Doctor) જીવિત કર્યો હતો.

આ પણ વાંચોઃ-રસોડાંની આ ત્રણ વસ્તુઓ પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવશે

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, માર્ચ 2015માં કિડની સ્ટોનના કારણે તેને સેપ્ટિક થયું હતું. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તાવના કારણે શ્રેઈબર બેભાન થયો હતો ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે તેના ભાઈને જણાવ્યું હતું કે, તેને દવાઓ આપવામાં આવી રહી છે પરંતુ તેનું જીવિત રહેવું મુશ્કેલ છે.આ પણ વાંચોઃ-ઠંડીમાં હાથ-પગ સુકાઈ જાય છે? તો ફટાફટ અપનાવો આ ઘરેલું ઉપાયો

શ્રેઈબરે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે હોસ્પિટલના (Hospital) લોકોએ તેના અથવા તેના ભાઈની ઈચ્છા વિરુદ્ધ ફરીથી જીવિત કર્યો છે. જજ અમાંડા પૉટલફિલ્ડએ પોતાના આદેશમાં કહ્યું છે કે અરજી કરનારનો તર્ક તેની માંગ માટે પુરતો નથી. એટલા માટે કોર્ટ કેદીને પોતાનું બાકીનું જીવન જેલમાં વિતાવવાનો આદેશ આપે છે.
First published: November 11, 2019, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading