Home /News /eye-catcher /

સોનું કે ચાંદી નહીં, 58 ફૂટ લાંબો bridge ચોરી ગયો આ ચોર! સવારે ખાલી પુલિયો જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ

સોનું કે ચાંદી નહીં, 58 ફૂટ લાંબો bridge ચોરી ગયો આ ચોર! સવારે ખાલી પુલિયો જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ

નહેરની ઉપર બનાવેલો આખેઆખો બ્રિજ ઉપાડી ગયા ચોર (સાંકેતિક ફોટો)

Man Stole 58 Feet Bridge: અમેરિકામાં એક અનોખી ચોરીથી લોકો આશ્ચર્યમાં ડૂબી ગયા છે. અહીં ઓહાયોમાં ચોરોએ રાતોરાત આખો બ્રિજ જ ચોરી (Man Stole 58 Feet Bridge) લીધો.

    ઓહાયો. આજ સુધી તમે કેટલાય પ્રકારના ચોરીના કિસ્સા (Weird Robbery Case) સાંભળ્યા હશે. કોઈ ચોર વેશ બદલીને ચાંદી ચોરી જાય છે. કોઈ લોકોને મૂર્ખ બનાવીને પોતાનું કામ કઢાવી લે છે તો કોઈ છુપાઈને કે દગો દઈને. પરંતુ પાછલા દિવસોમાં અમેરિકાના ઓહાયો (Ohio, America) શહેરમાં જે ચોરી થઈ, તેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. અહીં ચોરોએ રાતોરાત આખો બ્રિજ જ ચોરી (Man Stole 58 Feet Bridge) લીધો. જ્યારે સવારે લોકો ઉઠ્યા ત્યારે તેમણે રસ્તો જોયો તો દંગ રહી હયા. ત્યાં બ્રિજ હતો જ નહી. તેને ચોરી લેવામાં આવ્યો હતો.

    આ અજીબોગરીબ ચોરી વિશે જેણે પણ સાંભળ્યું દંગ રહી ગયા. કોઈને પોતાના કાન ઉપર વિશ્વાસ નહ તો. દરેક વ્યક્તિ એમ જ વિચારતી હતી કે આખરે કોઈ આ બ્રિજ કઈ રીતે ચોરી શકે? જો આ ચોરી જ હતી તો કોઈએ તે જોયું કેમ નહીં? શું બ્રિજની ચોરી કરતી વખતે અવાજ નહોતો થયો? આ બધા સવાલોની વચ્ચે આ ચોરી કેમ થઈ તે પોલિસે જાણી પણ લીધું. આ ચોરી બાદ અમેરિકી સરકાર પણ આશ્ચર્યમા ગરકાવ થઈ ગઈ.

    જાણકારી મુજબ, ચોરોએ ઇસ્ટ અક્રોનની નહેરની ઉપર બનેલો બ્રિજ ચોરી લીધો. આ બ્રિજનો ઉપયોગ લોકો નહેર ક્રોસ કરવા માટે કરતા હતા. હવે આ બ્રિજ ડેમેજ થઈ ગયો હતો માટે લોકો તેનો ઉપયોગ નહોતા કરી શક્તા. ચોરોએ આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો અને આખો બ્રિજ જ ઉડાડી દીધો. આ બ્રિજની કિંમત ત્રીસ લાખ હતી. સવારે લોકોએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તરત જ પોલિસને તેની સૂચના આપી દીધી.



    આ પણ વાંચો: 8 વર્ષ પહેલાં 34 અબજ રૂપિયાના Bitcoin કચરામાં નાખ્યા, હવે શોધવા માટે NASAની મદદ લીધી!

    આ મામલો ગત મહિને એટલે કે 3જી નવેમ્બરનો છે અને લોકોની નજરમાં આ ચોરી 11 નવેમ્બરે આવી હતી. હવે એક મહિનાની અંદર આ કેસ સોલ્વ કરી દેવામાં આવ્યો છે. પોલિસે આ મામલાને સોલ્વ કરવામાં ઘણી ઝડપ કરી. ફિંગરપ્રિન્ટ્સ અને સીસીટીવી ફુટેજના આધાર ઉપર બ્રિજ ચોરાવનારાને અરેસ્ટ કરી લેવામાં આવ્યો. 63 વર્ષીય આ વ્યક્તિએ પોતાનો ગુનો સ્વીકારી લીધો અને પોલિસને બ્રિજની ખબર પડી ગઈ. તેણે પોલિસને જણાવ્યું કે એક ટ્રકિંગ કંપનીને પૈસા આપીને તેણે બ્રિજ ચોર્યો હતો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, OMG News, Shocking news, Weird news, અમેરિકા

    આગામી સમાચાર