નાની માછલીઓના મૃત્યુ પર એક વ્યક્તિએ આપી ભાવભીની શ્રદ્ધાંજલી, જુઓ અહીં

નાની માછલીઓના મૃત્યુ પર એક વ્યક્તિએ આપી ભાવભીની શ્રદ્ધાંજલી, જુઓ અહીં

 • Share this:
  પાલતુ પશુ-પક્ષીઓ માટે અપાર પ્રેમ હોવો કોઈ મોટી વાત નથી. દુર્લભ જંતુઓના સંરક્ષણ માટે વિશ્વભરમાં ઘણી સંસ્થાઓ કાર્ય કરે છે. જેના મોત પર દુખ થવું તે સ્વાભાવિક છે. પરંતુ પોતાની માછલીઓ માટે આટલો પ્રેમ રાખવો થોડું આશ્ચર્યજનક ઘટના લાગે છે. પરંતુ તમે શુ કહો કે જ્યારે કોઈ માણસ પોતાની પ્યારી માછલીના મૃત્યુ બાદ તેને માણસની જેમ જ તેની અંતિમ વિદાય આપે.

  જી,હા અમેરિકાના ટેક્સાસમાં એક વ્યક્તિએ પોતાની 2 માછલીના મોતને લઈને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. આટલું જ નહીં પરંતુ તેની સંપૂર્ણ વિધિવત્ રીતે બંને માછલીના અંતિમ સંસ્કાર કર્યા. જેમ કે આપણે કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીએ.

  ટ્વિટર પર જેમી સૂ નામની એક યુવતીએ પોતાના ભાઈની તસ્વીર શેર કરી. જેમાં તે પોતાની નાની માછલીઓના અંતિમ સંસ્કારની પરંપરા નિભાવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તસવીરોમાં તે મીણબત્તી સળગાવીને માછલીઓને શ્રદ્ધાંજલી આપતા જોવા મળી રહ્યાં છે.

   
  First published:January 15, 2018, 11:34 am

  टॉप स्टोरीज