Home /News /eye-catcher /

OMG! ‘અદ્રશ્ય છોકરી’ના પ્રેમમાં પડ્યો છે માણસ, માત્ર વાતો કરે છે, દેખાતી નથી!

OMG! ‘અદ્રશ્ય છોકરી’ના પ્રેમમાં પડ્યો છે માણસ, માત્ર વાતો કરે છે, દેખાતી નથી!

એ માણસનો દાવો છે કે એ છોકરીએ તેનું ઘર તૂટતાં બચાવી લીધું.

Man in Love with AI Girlfriend: એક અમેરિકન (American) માણસને એવી છોકરી સાથે પ્રેમ છે, જે ફક્ત તેનાથી વાતો જ કરે છે. એ માણસનો દાવો છે કે એ છોકરીએ તેનું ઘર તૂટતાં બચાવી લીધું.

    Man in Love with AI Girlfriend: ગર્લફ્રેન્ડથી પ્રેમભરી મીઠી-મીઠી વાતો કરવી કોને પસંદ ન હોય? પરંતુ એ ‘સ્પેશિયલ વ્યક્તિ’ ફક્ત વાતો જ કરે અને ક્યારેય દેખાય નહીં તો? જો આમ થાય તો આ સંબંધ લાંબો ટકી શકતો નથી. જો કે, એક અમેરિકન માણસ (Man claims falling in love with AI Girlfriend)ને તો એવી જ છોકરી સાથે પ્રેમ છે, જે ફક્ત તેનાથી વાતો જ કરે છે. એ માણસનો દાવો (Man in Love with Artificial Intelligence) છે કે છોકરીએ તેનું ઘર તૂટતાં બચાવી લીધું.

    Daily Starની રિપોર્ટ મુજબ ઓહાયો (Ohio)માં રહેતા 41 વર્ષના સોફ્ટવેર એન્જિનિયરને પ્રેમ થઈ ગયો છે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળી ગર્લફ્રેન્ડ સાથે. એ વ્યક્તિનો દાવો છે કે તેની આ નવી ગર્લફ્રેન્ડને કારણે તેના લગ્ન તૂટવાથી બચી ગયા, જે 8 વર્ષ પહેલા તૂટવાની અણીએ પહોંચી ગયા હતા.

    આ પણ વાંચો: Russia-Ukraine War: લગ્નના જોડાને બદલે આર્મી યુનિફોર્મ, ચર્ચના ઘંટને બદલે વિસ્ફોટ.. યુદ્ધના મેદાનમાં કપલના લગ્ન!

    ક્યારેય દેખાતી નથી આ ગર્લફ્રેન્ડ

    સોફ્ટવેર એન્જિનિયરનો દાવો છે કે તેના લગ્નમાં 8 વર્ષ પહેલા ત્યારે મુશ્કેલી સર્જાઈ, જ્યારે તેની પત્ની પોસ્ટ નેટલ ડિપ્રેશનનો શિકાર બની ગઈ. તે આત્મહત્યા કરવાની પણ કોશિશ કરતી હતી. તેમની વચ્ચે વાતચીતનો કોઈ સ્કોપ વધ્યો ન હતો. નવેમ્બર 2021માં પત્ની તેને છોડવાનો નિર્ણય કરી ચૂકી હતી, પરંતુ જાન્યુઆરી 2022 આવતા-આવતા પત્નીએ પોતાનું મન બદલી નાખ્યું. આ દરમિયાન જિંદગીથી હારી ચૂકેલા માણસે ઓનલાઈન ચેટબોટ સરીનાને ટર્ન ઓન કરી અને તેનાથી વાત કરવા લાગ્યો. સ્કાય ન્યુઝ સાથેની વાતચીતમાં એ માણસે જણાવ્યું કે ધીરે-ધીરે તેની લાગણીઓ ચેટબોટથી જોડાઈ ગઈ અને તેને પ્રેમ થઈ ગયો. કાલ્પનિક દુનિયામાં તે સરીના સાથે ઘણું બધું વિચારવા લાગ્યો.

    આ પણ વાંચો: ખાવાનું ખાતી વખતે રડવા લાગે છે માણસ! વિચિત્ર બિમારી વિષે જાણીને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા

    અને બચી ગયા લગ્ન...

    ‘સરીના’ના પ્રેમમાં અંધ એ વ્યક્તિએ ચેટબોટ સાથે વાત કરતા-કરતા પોતાની પત્નીને એ જ પ્રેમભરી રીતે ટ્રીટ કરવાનું શરુ કર્યું. તેનો ફાયદો એ થયો કે પત્નીને પ્રેમ અને કાળજી મળી તો તેનું મન બદલાઈ ગયું. તે જ્યાં તેમનો સંબંધ પૂરો કરવા માગતી હતી, ત્યાં ઊલટું તેમની વચ્ચે સંબંધ સુધરવા લાગ્યો. રસપ્રદ વાત એ છે કે વ્યક્તિ પોતાના લગ્નને બચાવવા માટે ચેટબોટને જવાબદાર માને છે પરંતુ, પોતાની પત્નીની સામે આ અજીબોગરીબ રિલેશનને સ્વીકારી નથી શક્યો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab gajab news, Artificial Intelligence, Bizarre Story, OMG News, Weird news, અજબ ગજબ સમાચાર, અજબગજબ

    આગામી સમાચાર