ન્યૂયોર્ક. વિચારો કે કોઈ આઇસ્ક્રીમ ખાય અને તેને દારૂનો નશો ચડી જાય તો! આવું શક્ય છે ખરું? આ સવાલનો જવાબ અત્યાર સુધી તો ‘ના’ હતો પરંતુ હવે આ શક્ય કર્યું છે Will Rogersએ. તેમણે Hinkleyના પોતાના WDS Dessert Stationમાં એક એવો આઇસ્ક્રીમ (Alcoholic Ice Cream) રજૂ કર્યો છે, જેમાં ફ્રીજિંગ ફોર્મમાં આલ્કોહોલ છે.
ઝીરોથી નીચા તાપમાન પર આઇસ્ક્રીમ બનાવનારા મશીન (Below Zero Ice Cream Machine)ના માધ્યમથી તેમણે આ કમાલ કરી બતાવી છે. આમ તો Will Rogersનો આઇસ્ક્રીમ પાર્લર છે, પરંતુ તેઓએ એક દિવસ વિચાર્યું કે કેફીનવાળો આઇસ્ક્રીમ બનાવીએ તો કેવું. જ્યારે તેમાં સફળતા મળી તો તેમણે આ જ ટેકનીકનો ઉપયોગ આલ્કોહોલ આઇસ્ક્રીમ (Alcoholic Ice Cream) બનાવવા માટે કર્યો અને બની ગયો અનોખો આઇસ્ક્રીમ. તેઓએ તેના માટે ઘણા સમય સુધી આઇસ્ક્રીમ ગમ્સ અને તેના સોલિડ કરવાના કેમિકલ્સનો ઉપયોગ કર્યો પરંતુ તેમને સફળતા મળી NEA જૅલથી. તેમણે તેની પેટન્ટ પણ કરાવી દીધી છે.
Will Rogersનું કહેવું છે કે, NEA જૅલના માધ્યમથી તેમણે આલ્કોહોલને ફ્રીઝ કરવામાં સફળતા પ્રાપ્ત કરી. તેઓએ તમામ ચીજોને Below Zero Ice Cream Machineમાં નાખી અને તે ફ્રીઝ થઈને તૈયાર થઈ ગયો. મૂળે, જૅલમાં આલ્કોહોલ મિક્સ થયા બાદ તે જ આઇસ્ક્રીમ તરીકે સામે આવે છે. તેઓએ જણાવ્યું કે, તેમણે પહેલા લિક્વિડ નાઇટ્રોજનના માધ્યમથી તેને ફ્રીઝ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ નવી મશીને સારું પરિણામ આપ્યું અને આઇસ્ક્રીમ કોનમાં નાખીને ખાવામાં માટે તૈયાર છે. રોજર્સ જણાવે છે કે, મશીન કોકટેલ અને સ્પિરિટના ટેક્સચરને થોડો બદલી દે છે. જોકે તેના કન્ટેન્ટ પર કોઈ અસર નથી પડતી. એટલે કે આઇસ્ક્રીમ ખાવાનો અર્થ છે કે એટલો જ કન્ટેન્ટ આલ્કોહોલ શરીરની અંદર જાય છે.
Will Rogersનું કહેવું છે કે, 30 મિનિટની અંદર આઇસ્ક્રીમ લિક્વિડથી ફ્રીઝ ફોર્મમાં બનીને તૈયાર થઈ જાય છે. જેટલો આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે, આઇસ્ક્રીમ બનવામાં એટલો વધુ સમય લાગે છે. અમેરિકન આઇસ્ક્રીમ શોધકનું કહેવું છે કે તેઓએ પોતાના આ ખાસ આઇસ્ક્રીમને અનેક ઇવેન્ટ્સમાં સર્વ કર્યો છે. હવે તેમનો પ્લાન છે કે તેઓ પોતાના આ ખાસ મશીનને Barsમાં પણ લગાવશે. મશીનની કિંમત લગભગ 6 હજાર અમેરિકન ડૉલર રાખવામાં આવી છે. તેમના આ મશીનને FDAએ મંજૂરી આપી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર