4 દિવસ સુધી જમીન પર પણ જીવી શકે છે આ માછલી, પણ અમેરિકા ઇચ્છે છે તેનો અંત

જૉર્જિયા પ્રાંતના અધિકારીઓ એક પછી એક આ માછલીનો ખાતમો બોલાવી રહ્યા છે કારણ છે ખાસ

News18 Gujarati
Updated: October 12, 2019, 2:12 PM IST
4 દિવસ સુધી જમીન પર પણ જીવી શકે છે આ માછલી, પણ અમેરિકા ઇચ્છે છે તેનો અંત
માછલી
News18 Gujarati
Updated: October 12, 2019, 2:12 PM IST
અમેરિકાના (United States) જૉર્જિયામાં (Georgia) આ મહિનાની શરૂઆતમાં જ એક અનોખી માછલી (Snakehead fish) જોવા મળી. આ માછલી પૂરા ચાર દિવસ સુધી પાણીથી દૂર જમીન પર જીવતી રહે છે. સાથે જ તે જમીન પર ફરી પણ શકે છે. જૉર્જિયા ડિપોર્ટમેન્ટ ઓફ નેચુરલ રિસોર્સિર્ઝના વાઇલ્ડલાઇફ રિસોર્સિઝ ડિવિઝનના કહેવા મુજબ જૉર્જિયાના ગ્વિનેટ કાઉંટી પૉન્ડમાંથી તેની પકડવામાં આવી છે. આ પહેલીવાર તેવું બન્યું છે કે આવી માછલી જૉર્જિયાના કોઇ જળસ્ત્રોતમાં મળી હોય. પણ તેની પાસે જમીન પર જીવતા રહેવાની આ અનોખી ક્ષમતા હોવા છતાં અમેરિકા તેની મારવા ઇચ્છે છે. જૉર્જિયા પ્રાંતના અધિકારીઓ નથી ઇચ્છતા કે આ માછલી જીવતી રહે.

જો કે તેમનું આમ કરવા પાછળ ખાસ કારણ છે. અમેરિકાના જિયોલૉજિકલ સર્વે મુજબ સાંપ જેવા મુખ વાળી આ માછલી જે પણ જળસ્ત્રોતમાં રહે છે ત્યાં તેના આસપાસના સહજીવન તંત્રને નષ્ટ કરી દે છે. આ માછલીની સાથે રહેતા અન્ય જળ જીવો પર પણ તેની ખરાબ અસર થાય છે. જો આ માછલીની સંખ્યા વધી જાય તો તે પાણીમાં રહેતી અન્ય માછલીઓને પણ ખાઇ જાય છે. રિપોર્ટ મુજબ જમીનમાં રહેતી વખતે આ માછલી નાના ઉંદરને પણ પોતાનો શિકાર બનાવે છે.
અને આજ કારણ છે કે જૉર્જિયાના વન્યજીવ અધિકારીઓ તેને રોકવા માંગે છે. સાથે જ અધિકારીઓ તે વાત જાણવાનો પણ પ્રયાસ કરે છે કે શું આસપાસના અન્ય જળસ્ત્રોતમાં પણ આ પ્રકારની માછલી છે કે કેમ?

આ માછલી 3 ફીટ સુધી લાંબી હોય છે અને 8 કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે. આ માછલીના શરીરમાં વિશેષ ફેંફસા હોય છે જેને લૈડર કહેવાય છે. જેના દ્વારા તે પાણીની બહાર નીકળીને પણ શ્વાસ લઇ શકે છે. અને આજ કારણે તે પાણી વગર 4 દિવસ સુધી જમીન પર જીવતી રહે છે. દુકાળની સ્થિતિમાં આ માછલી કાદવમાં પણ જીવતી રહે છે. સામાન્ય રીતે આ માછલી એશિયામાં વધુ જોવા મળે છે. 2002 સુધી તેને બજારમાં વેચવામાં પણ આવતી હતી. પણ આ વર્ષે જ અમેરિકાએ તેને ખતરનાક વન્યજીવ જાહેર કરી છે.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...