Home /News /eye-catcher /VIDEO: દરિયામાં ન્હાવા ગયેલા લોકો પાસે પાણીમાં પડ્યું વિશાળ હેલિકોપ્ટર, બીચ પર અફરા-તફરીનો માહોલ
VIDEO: દરિયામાં ન્હાવા ગયેલા લોકો પાસે પાણીમાં પડ્યું વિશાળ હેલિકોપ્ટર, બીચ પર અફરા-તફરીનો માહોલ
મીઆમી બીચ પર હેલિકોપ્ટર ક્રેશ, વીડિયો વાયરલ
હાલમાં જ એક હેલિકોપ્ટર પાણી (Helicopter crash in water video)માં પડવાનો વીડિયો ઘણો વાયરલ (viral video) થઈ રહ્યો છે. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, મિયામીના સાઉથ બીચ (miami beach helicopter crash) પર 19 ફેબ્રુઆરીએ એક મોટી દુર્ઘટના થઈ હતી.
નાની ભૂલ મોટી દુર્ઘટના (Accident)માં ફેરવાઈ શકે છે, અને અકસ્માતોની ઘણી ચર્ચાઓ થાય છે. તાજેતરમાં, અમેરિકામાં એક પ્રખ્યાત બીચ (Helicopter crash on American beach) નજીક આવો જ અકસ્માત થયો હતો. જો તમે ક્યારેય બીચ પર ગયા હો અથવા ટીવી પર જોયું હોય, તો તમે જાણતા જ હશો કે લોકો દરિયા કિનારે સમય પસાર કરવા જાય છે. ત્યાં ખૂબ મજા કરતા હોય છે. સમુદ્રનો આનંદ માણતા હોય છે. આવું જ કંઈક અમેરિકાના બીચ (Helicopter fell in water in Miami) પર પણ થઈ રહ્યું હતું ત્યારે ત્યાં અચાનક એક હેલિકોપ્ટર ક્રેશ થયું.
હાલમાં જ એક હેલિકોપ્ટર પાણીમાં પડવાનો વીડિયો ઘણો વાયરલ (Helicopter crash in water video) થઈ રહ્યો છે. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, મિયામીના સાઉથ બીચ પર 19 ફેબ્રુઆરીએ એક મોટી દુર્ઘટના થઈ હતી. બીચ નજીક દરિયામાં હેલિકોપ્ટર ક્રેશ (helicopter crash viral video) થયું. મોટી વાત એ છે કે હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે કોઈને વધારે ઈજા થઈ નથી કે કોઈનું મૃત્યુ પણ નથી થયું. જોકે 2 લોકો ઘાયલ થયા છે.
પાણીમાં પડ્યું હેલિકોપ્ટર રિપોર્ટ અનુસાર, મિયામી બીચ પોલીસે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાથી સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સેંકડો લોકો બીચ પર બેઠા છે જ્યારે કેટલાક લોકો દરિયામાં સ્નાન પણ કરી રહ્યા છે. ત્યારે અચાનક એક હેલિકોપ્ટર પાણી તરફ પડતું જોવા મળે છે. તે ઝડપથી પાણી તરફ આગળ વધે છે અને વીડિયો જોયા બાદ લાગે છે કે તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. અચાનક હેલિકોપ્ટર પાણીમાં પડી જાય છે જ્યારે લોકો તેની આસપાસ ન્હાતા જોવા મળે છે.
This afternoon at 1:10 p.m., MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street. Police and @MiamiBeachFire responded to the scene along with several partner agencies. Two occupants have been transported to Jackson Memorial Hospital in stable condition.
લોકોએ આપી પ્રતિક્રિયા હેલિકોપ્ટર પડવાને કારણે ઈમરજન્સી ક્રૂ બોટ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 3 માંથી 2 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે તેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસને કારણે નવમા અને અગિયારમા રસ્તાની વચ્ચેનો ભાગ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું અને તે કોમર્શિયલ કે પબ્લિક એરક્રાફ્ટ હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ઘણા લોકોએ કહ્યું કે તેઓએ આ ઘટનાને લાઈવ જોઈ હતી અને તે ઘણો ડરામણો અનુભવ હતો. લોકોનું કહેવું છે કે બીચ પર હાજર લોકોમાં ભયનું વાતાવરણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર