Amazon પર રૂ. 1300માં વેચાતી હતી નારિયેળની કાચલી, લોકોએ ઉધડો લીધો

News18 Gujarati
Updated: January 18, 2019, 3:17 PM IST
Amazon પર રૂ. 1300માં વેચાતી હતી નારિયેળની કાચલી, લોકોએ ઉધડો લીધો
એમેઝોન પર નારિયેળની કાચલી ઉંચી કિંમતે વેચાતા તેનો વિરોધ થયો હતો.

એમેઝોન પર ઉંચી કિંમતે વેચાતી નારિયેળની કાચલીનો ગ્રાહકોએ ટ્વીટર પર વિરોધ કર્યો, EMI પણ ઉપલબ્ધ હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: નારિયેળની કાચલીની કિંમત કેટલી હોય શકે? કદાચ આ પ્રશ્નનો જવાબ હશે કે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફત. જોકે, એમેઝોન પર નારિયેળની કાચલી 1200 રૂપિયાથી વધારે કિંમતમાં વેચાઈ રહી હતી. કેટલાક ગ્રાહકોએ આ કિંમતે વેચાતી કાચલીનો ટ્વીટર પર વિરોધ કર્યો હતો. વિરોધ બાદ હાલમાં આ પ્રોડક્ટ એમેઝોનના લિસ્ટમાં જોવા મળી રહી નથી.

હકીકતે નારિયેળની કાચલીને ફેંકી દેવામાં આવતી હોય છે. નારિયેળનો ઉપયોગ તો પુજા સહિત ખાદ્ય પદાર્થોમાં થાય છે પરંતુ તેની કાચલીનું કોઈ પણ પ્રકારનું મહત્વ નથી હોતું.

આ સ્થિતિમાં લોકો હંમેશા કાચલીને ફેંકી જ દેતા હોય છે પરંતુ એમેઝોન પર ઉંચી કિંમતે વેચાતી નારિયેળની કાચલી આશ્ચર્ય પમાડે તેવી બાબત છે.

નારિયેળની કાચલી એમેઝોન પર 3000 રૂપિયા સુધીની કિંમતમાં વેચાઈ રહી છે. એમેઝોને સ્પષ્ટતા કરી છે કે આ પ્રોડક્ટ પ્રાકૃતિક છે તેથી તેમાં તિરાડો હોઈ શકે છે અને નિશાન હોવાની પણ શક્યતા છે. આ સ્થિતિમાં આ પ્રોડક્ટ વેચાયા બાદ પરત કરી શકાશે નહીં. એમેઝોને EMIનો ઓપ્શન પણ આપ્યો છે.

અનેક લોકોએ આ પ્રોડક્ટની ખરીદી કરી છે. આટલી ઉંચી કિંમતે નારિયેળની કાચલી વેચાતી હોવાના લીધે સોશિયલ મીડિયા પર લોકો હેરાન છે.

20થી30 રૂપિયાના ભાવે વેચાતા નારિયેળની કાચલીનો 1300 રૂપિયા ભાવ જોઈને લોકોએ ટ્વીટર પર કંઈક આવા રિએક્શન આપ્યા હતા. 



 

First published: January 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading