Home /News /eye-catcher /

અનોખુ તળાવ, અહી એક સાથે જોવા મળે છે સૂર્ય અને ચંદ્ર!

અનોખુ તળાવ, અહી એક સાથે જોવા મળે છે સૂર્ય અને ચંદ્ર!

  કુદરતની પ્રકૃતિમાં જાણે કે કેટલા રહસ્યો છે. દરેક જગ્યાએ વિવિધ અને રહસ્યમય માહિતી જોવા અને સાંભળવા મળે છે. જો પૃથ્વી પરની અન્ય વાત કરીએ નદીઓ અને તળાવમાં પણ અનેક રહસ્ય છુપાયેલા છે.

  કેટલાક તળાવ તો એવા છે કે પાણી ખારુ હોય છે અને અમૂક તળાવનું પાણી ખૂબ મીઠુ હોય છે. વિશ્વમાં કેટલાક તળાવ એવા પણ છે જેનું પાણી ગરમ રહે છે અને ધુમાડો પણ નીકળે છે.

  આ તમામથી અલગ અમે તમને એક તળાવ વિશે કહીએ છીએ જે જોવામાં ખૂબ સુંદર છે, તેની અદભૂત રચના લોકોને ત્યા જવા માટે મજબૂર કરે છે.

  આ તળાવની ખાસ વિશિષ્ટતા એ છે કે જ્યારે તેને જુદી-જુદી જગ્યા પરથી જોવાથી તેનો આકાર બદલાય જાય છે. તમે આ અનોખા તળાવ વિશે જાણવા માગો છો, તો ચાલો તેના વિશે જાણીએ.  હકીકતમાં, તાઇવાનનું એક સુંદર તળાવ, સનમૂન તળાવ છે. સનમૂન તળાવની ખાસ બાબત એ છે કે જો તમે જુદી જુદી દિશાઓથી તેને જુઓ તો તેનો આકર તમને અલગ-અલગ જોવા મળશે.

  આ તળાવ ચારેય તરફથી પહાડોથી ઘેરાયુલુ છે, તમે પૂર્વ દિશા તરફથી આ તળાવનો જુઓ તો તમને સૂર્ય જેવુ ગોળ જોવા મળશે.  ત્યાજ જો તમે પશ્ચિમ દિશા તરફ જુઓ તો તળાવમાં એક આકર તમને અડધો ચંદ્ર જેવુ દેખાશે, સૂર્ય અને ચંદ્રના આકાર જેવા દેખાતા આ તળાવનું નામ સનમૂન તળાવ રાખવામાં આવ્યું છે.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Ajab Gajab, Lake

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन