અયોધ્યાઃ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં બધું જ ચાલે એવો કિસ્સો અયોધ્યામાં સામે આવ્યો છે. અહીં બે યુવતીઓને એક બીજા સાથે પ્રેમ થયા બાદ લગ્ન (love marriage) કરી લીધા હતા. કાનપુરમાં રહેનારી યુવતી પોતાની માસીના ઘરે અયોધ્યાના (love story of Ayodhya) સાહબગંજ મહોલ્લામાં આવી હતી. આ દરમિયાન સાહબગંજની રહેનારી એક અન્ય યુવતી સાથે તેને પ્રેમ (Love) થયો હતો.
બે વર્ષ બાદ તેમણે અચાનક લગ્ન કરી લેતા તેમના પ્રેમ પ્રકરણની લોકોને ખબર પડી હતી. બંનેએ શુક્રવારે અયોધ્યા પોલીસ સ્ટેશનને જણાવ્યું કે બંને પુષ્ત વયની છે અને 26 ઓગસ્ટે કાનપુરના તપસ્વી મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા આમ હવે બંને પતિ પત્ની છે.
જ્યારે બંને અયોધ્યા પોલીસ સ્ટેશન પહોંચી તો એક યુવતી દુલ્હનની જેમ તો બીજી દુલ્હેરાજાની જેમ શ્રૃંગાર કર્યો હતો. પગની આંગળીઓમાં લગ્નની વિંટીઓ તો માથામાં સિંદર અને હાથમાં મહેંદી હતી.
આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા, Videoમાં જુઓ અદભૂત નજારો
આ પણ વાંચોઃ-ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા ઉપર વિદેશી મહિલાએ શૂટ કર્યો ન્યૂડ Video, આવું આપ્યું કારણ
આ પણ વાંચોઃ-PM મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સી પ્લેન સાકાર, જાણી લો કેટલું હશે ભાડું, દિવસમાં કેટલી વખત ભરશે ઉડાન?
પોલીસે જણાવ્યું કે બંને યુવતીઓના પરિવારના લોકો પણ આ લગ્નથી સહમત છે. એટલે યુવતીઓ પુષ્ત વયની છે અને બંનેના લગ્ન અંગે પરિવાર પણ સહમત હોવાના કારણે બંને એક બીજા સાથે રહેવા માટે સ્વતંત્ર છે.
અયોધ્યા ક્ષેત્રાધિકારી અમર સિંહના જણાવ્યા પ્રમાણે કાનપુરની એક યુવતી અહીં સાહબગંજ મહોલ્લામાં પોતાની માસીના ત્યાં રહેતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. બંને પુષ્ત છે અને પરિવારની સહમતિના આધારે બંનેએ લગ્ન કરી લીધા હતા.