પતિએ જે યુવતીને બદસૂરત કહીને તલાક આપી દીધા હતા તેની ખૂબસૂરતીના આજે લાખો દિવાના!

મૉડલ અમાન્ડા.

Model Amanda Martin income: લાસ વેગાસની મૉડલ (Las Vegas Model) અમાન્ડાના લગ્ન ફક્ત 20 વર્ષની વયે થઈ ગયા હતા. જે બાદ અમાન્ડાના ત્રણ વર્ષ નરકમાં વીત્યા હતા. અમાન્ડાના પતિને તેણી જરા પણ સુંદર લાગતી ન હતી.

 • Share this:
  લંડન: કહેવાય છે કે જોડી ઉપરથી જ નક્કી થઈને આવે છે. જમીન પર લોકો તેને ફક્ત નામ આપે છે. પરંતુ અનેક વખત કજોડા થઈ જતા હોય છે. જે બાદમાં જિંદગીમાં તકલીફોનો દોર શરૂ થતો હોય છે. ખોટા જીવનસાથી (Life Partner)ની પસંદગીથી જિંદગી નરક થવામાં વાર નથી લાગતી. લાસ વેગાસની મૉડલ (Las Vegas Model) અમાન્ડા માર્ટિન (Model Amanda Martin)ના લગ્ન ફક્ત 20 વર્ષની વયે થઈ ગયા હતા. જે બાદ અમાન્ડાના ત્રણ વર્ષ નરકમાં વીત્યા હતા. અમાન્ડાના પતિને તેણી જરા પણ સુંદર લાગતી ન હતી. અમાન્ડાનું વજન પણ ખૂબ વધારે હતું, આ કારણે તેનો પતિ તેની સાથે બહાર જતો ન હતો. ત્રણ વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.

  છૂટાછેડા બાદ અમાન્ડાએ પોતાની જિંદગીને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો હતો. થાડા દિવસ પછી લગ્ન જીવનમાં થયેલા ભંગાણનું દુઃખ મનાવ્યા બાદ અમાન્ડાએ પર્સનલ ટ્રેનર રાખ્યો હતો. અમાન્ડાએ પોતાનું વજન ઓછું કરી દીધું હતું. જે બાદમાં તેણીએ પોતાના ચહેરાની ખૂબસૂરતી વધારવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેણીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. ચહેરા પર 24 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ અમાન્ડાએ મૉડલિંગ શરૂ કર્યું હતું. આજે અમાન્ડાની વાર્ષિક કમાણી 10 કરોડ રૂપિયાથી વધારે છે.

  આ પણ વાંચો: સસ્તું સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો આજનો ભાવ; સર્વોચ્ચ સપાટીથી હજુ 9 હજાર રૂપિયા સસ્તું

  સર્જરી બાદ આત્મવિશ્વાસ વધ્યો

  પોતાના ટ્રાન્સફોર્મેશનમાં અમાન્ડા સર્જરીનું ખૂબ મોટું યોગદાન માને છે. અમાન્ડાએ જણાવ્યું કે, સર્જરી બાદ તેણીમાં દુનિયાનો સામનો કરવાની ફરીથી હિંમત આવી ગઈ હતી. અમાન્ડાએ ચહેરાની સર્જરીની સાથે સાથે હોઠ પર ફિલર્સ નખાવ્યા હતા. આ ઉપરાંત હિપ્સની પણ સર્જરી કરાવી હતી. અમાન્ડા ઇચ્છતી હતી કે વધારેમાં વધારે યુવકો તેના તરફ આકર્ષિત થાય. સર્જરી બાદ અમાન્ડાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

  આ પણ વાંચો: ફ્રીલાન્સ કામ માટે કેટલો આવકવેરો ભરવો પડે? જાણો તમને મૂંઝવતા સવાલનો જવાબ  આ પણ વાંચો: 6,000 ફૂટની ઊંચાઈએ ઝૂલાનો આનંદ માણી રહેલી મહિલાઓ સાંકળ તૂટતા નીચે ખાબકી, હૃદય ધબકારા ચૂકી જાય તેવો વીડિયો 

  ઇન્સ્ટાગ્રામ પર લાખો ફૉલોઅર્સ

  જે અમાન્ડાને પતિએ બદસૂરત કહીને તલાક આપી દીધા હતા તેના આજે ઇન્સ્ટાગ્રામ પર 43 લાખ ફૉલોઅર્સ છે. આ ઉપરાંત અમાન્ડાની કમાણીનું મુખ્ય સાધન પણ તેણીના ફેન્સ છે. લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને અમાન્ડાની તસવીરો અને વીડિયો જુએ છે. હવે અમાન્ડા એડલ્ટ મૂવી પણ શૂટ કરી રહી છે. જોકે, તેણી ફક્ત પોતાના 30 વર્ષના પ્રેમી સાથે જ એડલ્ટ ફિલ્મ કરે છે. આજકાલ અમાન્ડાની કુલ વાર્ષિક આવક 10 કરોડ રૂપિયાથી વધારે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: