Home /News /eye-catcher /

Funny: આ ફની ડોગના રિએક્શન ખૂબ હસાવશે, નખરાળો વીડિયો વાયરલ

Funny: આ ફની ડોગના રિએક્શન ખૂબ હસાવશે, નખરાળો વીડિયો વાયરલ

લોકો આ ફની વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે

આ વીડિયોને ભરપૂર પ્રમાણ શેર કરવામાં આવી રહ્યો છે અને તેને લાઇક્સ પણ ખૂબ મળે છે

    દિલ્હી: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા રમુજી વીડિયો (Viral Video on Social Media) શેર કરવામાં આવે છે. જેમાંથી કેટલાક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ (Viral Video) થાય છે. ખાસ કરીને ડોગના વીડિયો (Dog videos) લોકોને ખૂબ ગમે છે. આવા વીડિયોને ભરપૂર પ્રમાણ શેર કરવામાં આવે છે અને તેને લાઇક્સ પણ ખૂબ મળે છે.

    આ સાથે ડોગ અને તેમના માલિક વચ્ચેના બોન્ડિંગ વીડિયો (Human Dog Bonding Video) ઘણીવાર લોકોના દિલ જીતી લે છે. ભૂતકાળમાં લોકો અને ડોગ્સ વચ્ચેના સંબંધોને દર્શાવતા ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે. લોકોને આ વીડિયો જોવાની ખૂબ જ મજા આવે છે. કેટલાકમાં માલિક તેના ડોગ્સને ચીડવે છે તો કેટલાકમાં ડોગ પોતે જ તોફાન કરતા જોવા મળે છે.

    આવા જ એક ડોગના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળતી ડોગના નાટક (Drama)એ લોકોનું દિલ જીતી લીધું છે. લોકો આ ફની વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

    આજે અહીં તમને દુનિયાનો સૌથી ડ્રામેબાઝ ડોગનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ ડોગ તેના માલિકને ત્યારે જ ખાતો જુએ છે જ્યારે તેના માલિકની નજર તેના પર ન હોય. માલિકની નજર કૂતરા પર પડતાં જ તે મોઢું ફેરવી લે છે. તેના એક્સપ્રેશન લોકોને ગમી રહ્યા છે.


    ઇન્ટરનેટ વીડિયો આગની જેમ વાયરલ

    આ ડ્રામેબાઝ ડોગનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ધમાલ મચાવે છે. વીડિયોમાં એક ડોગ તેના માલિકની બાજુમાં બેઠેલો જોવા મળે છે. માલિકની સામે ફૂડ પ્લેટ છે અને તેમાંથી તે ખાવાનું બહાર કાઢીને ખાઈ રહ્યો છે. પરંતુ આ વીડિયોનો સૌથી મજેદાર ભાગ બાજુમાં બેસેલા ડોગનો છે. તે જમી રહેલા માલિકને તાકી તાકીને જોઈ રહ્યો છે. પણ જેવી માલિકની નજર તેના પર પડે એટલે તે મોઢું ફેરવી લે છે. ડોગને તે વ્યક્તિના ખોરાક સાથે કોઈ લેવાદેવા ન હોય તેવું વર્તન કરે છે. આ ડ્રામેબાજ ડોગનો વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

    લાખો લોકોએ જોયો આ વીડિયો

    આ વીડિયોને ટ્વિટર પર Laughs 4 All નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લગભગ 34 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકોએ રીટ્વીટ પણ કરી છે. ડોગનું એક્સપ્રેશન વિડીયોને વધુ મનોરંજક બનાવે છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन