ઘડિયાળનો આ Photo થયો વાયરલ, જાણો શું છે તેમાં ખાસ

ઘડિયાળનો આ Photo થયો વાયરલ, જાણો શું છે તેમાં ખાસ
વાયરલ થઈ ઘડિયાળની આ તસવીર

ઘડિયાળની આ તસવીર કેમ વાયરલ થઈ તેનું કારણ જાણશો તો તમે પણ વખાણ કર્યા વગર નહીં રહી શકો

 • Share this:
  નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર વાઘની લડાઈ, રીંછની લડાઈના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. આ વખતે સોશિયલ મીડિયા પર એક ઘડિયાળ (Gharial)ની તસવીર વાયરલ થતાં જ અનેક અખબારમાં પણ છવાઈ ગઈ. તેમાં એવું શું હતું કે આ તસવીર આ હદે વાયરલ થઈ ગઈ? મૂળે આ તસવીરમાં એક ઘડિયાળ પોતાના અસંખ્ય બાળકોને બચાવીને પાણીના કિનારે લઈને આવે છે. આ તસવીરને આઈએફએસ (Indian Forest Service) અધિકારી પરવીન કાસવાન (Parveen Kaswan)એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યા છે. પરવીન અનેકવાર સોશિયલ મીડિયા પર હંમેશા કંઈકને કંઇક ખાસ પોસ્ટ કરતાં રહે છે.

  પરવીન પોતાની પોસ્ટમાં લખ્યું કે, સૌથી વધુ સતેજ રહેનારા પિતા શહેરમાં છે, આ તસવીરને ધૃતિમાન મુખર્જી (Dhritiman Mukherjee)એ ખેંચી છે. તે સમયે ઘણા પ્રાણીઓ ચંબલ નદી પાર કરી રહ્યા હતા. સંરક્ષણના પ્રયાસ આ પ્રજાતિને પરત જિંદથી આપવામાં મદદ કરે છે અને જ્યારે આપણે નદી સંરક્ષણની વાત કરીએ છીએ તો આપણે તેમના ભવિષ્ય માટે પણ વાત કરી રહ્યા છીએ.

  આ તસવીરમાં એક ઘડિયાળ પોતાના બાળકોને પાણીની લહેરોથી બચાવવા કિનારા પર લઈ જતો જોવા મળે છે. આ તસવીરને અનેક લોકોએ રિ-ટ્વિટ કરી છે. બીજી તરફ આ પોસ્ટને અત્યાર સુધી 5 હજારથી વધુ લોકોએ લાઇક પણ કરી છે. અનેક લોકોએ આ તસવીર પર મજેદાર કોમેન્ટ પણ કરી છે. એક યૂઝરે પોતાની કોમેન્ટમાં લખ્યું કે આ એક ખૂબ જ જવાબદાર પિતા છે.

  એક અન્ય યૂઝરે લખ્યું આ પિતા ઘણા ન્યૂઝ પેપરમાં ટ્રેન્ડ થઈ રહ્યા છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, આ તસવીર ખરેખર ખૂબ સારી છે.

  આ પણ જુઓ, શિકાર કરવા વાઘ દોડ્યો તો માદા રીંછે કર્યો વળતો હુમલો, પછી થયું કંઈક આવું...
  Published by:Mrunal Bhojak
  First published:February 10, 2020, 16:04 pm

  ટૉપ ન્યૂઝ