OMG! જ્યારે ચોરી કરાયેલી કારમાંથી પોલીસે મળ્યું મગરમચ્છનું બચ્ચુ, અને પછી...

News18 Gujarati
Updated: July 11, 2018, 3:03 PM IST
OMG! જ્યારે ચોરી કરાયેલી કારમાંથી પોલીસે મળ્યું મગરમચ્છનું બચ્ચુ, અને પછી...
News18 Gujarati
Updated: July 11, 2018, 3:03 PM IST
મગરચ્છને એક ખૂબ જ જોખમી જીવ માનવામાં આવે છે, તેથી આ પ્રાણીને કોઈ પણ પોતાના ઘરમાં પાળતુ નથી, કારણ કે તે વ્યક્તિને જોઇને તેને મોંમાં લેવાનો પ્રયત્ન કરે છે.

આ જીવથી લોકો જેટલા દૂર રહે એટલું જ લોકો માટે સારું છે, પણ એવુ નથી રહ્યું, કારણ કે મગરમચ્છ હવે પાણીને છોડીને જમીન પર આવી રહ્યા છે.

ફ્લોરિડાથી એક ખૂબ જ આશ્ચર્યજનક બાબત સામે આવી છે. એક ચોરી કરાયેલી ગેટવે કારમાંથી એક નાની મગરને પકડવામાં આવી છે.

ઓરેંજ કાઉન્ટી શેરિફની ઓફિસે જણાવ્યું હતું કે ડેપ્યુટીએ એક કારની ચોરી થવાનો રિપોર્ટ પર જવાબ આપ્યો અને જણાવ્યું હતું કે એક વ્યક્તિએ ફોર્ડ એફ 350 કારને તોડવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ જ્યારે વાહન એલાર્મ વાગ્યો તો તે ત્યાંથી ભાગી ગયો. એટલે કે આ મગરમચ્છને ચોરી કરીને લઈ જઇ રહ્યો હતો, ત્યારબાદ ડેપ્યુટીઝે ઇસ્ટ રીવર હાઇ સ્કૂલ પાસે ચોરી કરેલી કાર અને ચોરને ઝડપવામાં આવ્યો.

આ બન્ને ચોરનું નામ ગ્રાન્ટ બેલ્ચર અને મેઘન ફોર્બ્સ છે. ચોરી કરેલી કારને શોધતા-શોધતા ડેપ્યુટીઝને કારની અંદરથી એક મગરનું બચ્ચુ મળ્યુ હતુ, તેના મોંને ટેપથી બંધ રાખવામાં આવ્યુ હતુ.

બેલ્ચરને સ્કૂલના મેદાનમાં ચોરી, મગરમચ્છનો શિકાર અને ગુનાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ફોર્બ્સની સ્કૂલના મેદાનમાં ચોરી કરવાના કારણથી ધરપકડ કરવામાં આવી હતી.

 
First published: July 11, 2018
વધુ વાંચો
अगली ख़बर