માછલીના પેટ પર લખ્યું છે 'અલ્લાહ', આટલી કિંમતમાં ખરીદવા કરાઇ ઓફર

યુપીના શામલીમાં એક માછલી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ માછલીના પેટ પર લખ્યું છે અલ્લાહ.

યુપીના શામલીમાં એક માછલી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ માછલીના પેટ પર લખ્યું છે અલ્લાહ.

  • Share this:
    ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં કૈરાના ગામની એક માછલીએ હાલ ભારે આકર્ષણ જમાવ્યું છે. મોટી સંખ્યામાં લોકો તેને જોવા આવી રહ્યા છે. અને એક વ્યક્તિએ તો 5 લાખ રૂપિયા આપી તેને ખરીદવાની તૈયારી પણ બતાવી છે. જો કે આ પાછળ મોટું કારણ પણ છે. આ માછલીના પેટ પર અલ્લાહ લખ્યું છે. અને આજ કારણ છે કે બધા લોકો આ માછલીને જોવા આવી રહ્યા છે. અને આ અદ્ધભૂત માછલી ચર્ચાનો વિષય બની છે.

    શાદાબ નામના માછલીના માલિકે જણાવ્યું કે આ માછલી જે દિવસથી તેમના ઘરે આવી છે તે દિવસથી તેમના ઘરમાં ખુશી અને સમુદ્ધિ આવી છે. વધુમાં શબાબે તે વાત પણ સ્વીકારી આ માછલીની કિંમત માટે લોકો લાખો આપવાની વાત પણ કરે છે. અને અનેક વાર તેની કિંમત માટે બોલી પણ લાગી છે. શામલીના હાજી રાશિદ ખાને આ માછલીને 5 લાખ રૂપિયામાં ખરીદવાની ઓફર પણ કરી હતી. પણ તેમ છતાં શબાબ તેની વધુ કિંમતમાં રાહ જોઇ રહ્યો છે. જો કે તેમ છતાં શબાબના વિસ્તારમાં પણ અનેક લોકો આ માછલીને દેખવા માટે લાઇનો લગાવે છે. અને કેટલીક વાર દૂર દૂરથી લોકો આ માછલીને દેખવા માટે તેના ઘરે પણ આવે છે.

    શબાબે અહમદે તેના માછલીઘરમાં આ માછલી સાથે 10 બીજી માછલીઓ પણ રાખી છે. પણ બીજી માછલીઓ આ માછલી કરતા નાની છે. માછલીના પેટ પર આ રીતે અલ્લાહ લખેલું હોવું એ ખરેખરમાં કુદરતનો ચમત્કાર છે તેમ લોકો માની રહ્યા છે. ત્યારે હાલ તો આ માછલીનો માલિક આ માછલીની સારી કિંમત અને સારો ખરીદનાર મળે તેની રાહ જુએ છે.
    Published by:Chaitali Shukla
    First published: