Home /News /eye-catcher /'યમરાજા ભૂલથી ઉપાડી ગયા હતા,' અંતિમ સંસ્કાર પહેલા ઉભો થયો શખ્સ

'યમરાજા ભૂલથી ઉપાડી ગયા હતા,' અંતિમ સંસ્કાર પહેલા ઉભો થયો શખ્સ

આલોક સિંઘ

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વ્યક્તિ પોતાનાં મોતની થોડી કલાકો પછી ફરી બેઠો થઈ ગયો હતો. મોત બાદ આઘાતમાં સરી પડેલા પ્રિયજનો તેના અંતિમ સંસ્કારની તૈયારીમાં વ્યસ્ત હતા. મૃતદેહને નવડાવીને તેને અર્થી પર સુવડાવવામાં આવ્યો હતો. આ જ સમયે તે વ્યક્તિ અચાનક બેઠો થયો હતો અને કહ્યું હતું કે યમરાજા ભૂલથી તેને ઉપાડી ગયા હતા, હવે તેને પરત મોકલી દીધો છે. લોકો તેને ચમત્કાર માની રહ્યા છે, પંરતું ડોક્ટર્સનો અભિપ્રાય કંઈક જુદો જ છે.

આ બનાવ કિરથલા ગામમાં બન્યો હતો. અહીં 53 વર્ષીય રામકિશોર સિંહ ઉર્ફે ભૂરા સિંહનું મોત નિધન થઈ ગયું હતું. જેના બાદમાં પરિવારના લોકો અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા હતા. પરંતુ અચાનક રામકિશોર બેઠા થઈ ગયા હતા. તેના જીવતા થવાના સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. વ્યવસાયે ખેડૂત એવા રામકિશનને કોઈ બીમારી ન હતી. તેમના જણાવ્યા પ્રમાણે તેને ક્યારેય તાવ પણ નથી આવ્યો. પરંતુ થોડા સમય પહેલા તેમની આંખો સામે અંધકાર ફેલાઈ ગયો હતો. કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે શું થયું છે. રામકિશનના હૃદયના ધબકારા પણ બંધ પડી ગયા હતા. ગામના લોકોએ તેમના શરીરને જોયું, તેમનું પ્રાણ પંખેરી ઉડી ગયું હતું. રામ કિશોરના શ્વાસ અટકી ગયાનું માનીને પરિવારના લોકો અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા હતા. સગા સંબંધીઓ પણ ગામ પહોંચી ગયા હતા. અંતિમ સંસ્કારની તમામ તૈયારી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

આ દરમિયાન મૃતદેહને નવડાવ્યા બાદ તેને અર્થી પર રાખવામાં આવ્યું ત્યારે જ રામકિશોરના શરીરમાં હલનચલન જોવા મળી હતી. આ જોઈને લોકોને આશ્ચર્ય થયું હતું. ત્યારે જ રામકિશોર બેઠા થયા હતા અને તમામને કહ્યું હતું કે ચિંતા ન કરો મારી તબિયત બિલકુલ સારી છે. યમરાજા ભૂલથી મને લઈ ગયા હતા. હવે મને પરત મોકલી દીધો છે. આ સાંભળીને તમામ લોકો ચોંકી ગયા હતા, માતમનો માહોલ ખુશીમાં બદલાઈ ગયો છે.

આ અંગે જિલ્લા હોસ્પિટલના ડોક્ટર્સ સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે આ વાતને ચમત્કાર માનવાથી ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આવું ન થઈ શકે. આ અંગે તપાસ કરવાની જરૂર છે. રામકિશોરની વાતોમાં કેટલું તથ્ય છે એ તો ખબર નથી પરંતુ હાલ તો તેના જીવતા થવાની વાત ચર્ચાનો વિષય જરૂર બન્યો છે.
First published:

Tags: Aligarh, Alive, Funeral, Man, મોત

विज्ञापन