Home /News /eye-catcher /UFO Hotspot Town: આ શહેરમાં દરરોજ લોકો સાથે ‘એલિયન’ અથડાય છે! 6000 લોકોનો દાવો, આખરે શું છે સત્ય?
UFO Hotspot Town: આ શહેરમાં દરરોજ લોકો સાથે ‘એલિયન’ અથડાય છે! 6000 લોકોનો દાવો, આખરે શું છે સત્ય?
ફાઇલ તસવીર
UFO Hotspot Town: એકબાજુ વૈજ્ઞાનિકો બીજા ગ્રહના લોકો સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો એક એવી જગ્યા પણ છે કે, જ્યાં લોકો હાલતાચાલતા બીજા ગ્રહના જીવને મળે છે. તેટલું જ નહીં, તે તેમનું અપહરણ કરીને લઈ જાય છે અને પછી સુરક્ષિત છોડી પણ જાય છે.
6000 People From Same Town Claims Encounter With Aliens: માણસોએ ગુફાજીવનથી માંડીને ચાંદ સુધીની સફર કરી નાંખી છે. હવે તેમની ઇચ્છા પરગ્રહવાસીઓને મળવાની છે. તે હાજર તો છે જ પણ કદાચ આપણે તેમના વિશે વધુ જાણતા નથી. જો કે, એક શહેર એવું પણ છે કે, જ્યાં એકલ-દોકલ નહીં પણ 6000 હજાર લોકોએ દાવો કર્યો છે કે તે એલિયન્સને મળ્યા હતા.
તમે એલિયન્સને લઈને અનેક જુદા જુદા દાવાઓ સાંભળ્યા હશે. કેટલાક રિપોર્ટ્સમાં તો ત્યાં સુધી કહ્યુ છે કે, અમેરિકાના સંરક્ષણ વિભાગ પાસે તેના પુરાવા છે અને પેન્ટાગન તરફથી આ મામલે ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. યુએફઓ અને બીજા ગ્રહના લોકોને લઈને જુદી જુદી વાતો વચ્ચે બ્રિટનનું એક શહેર હાલમાં ચર્ચામાં છે કે જ્યાં હજારો લોકોએ યુએફઓ અને એલિયન્સ જોવાનો દાવો કર્યો છે.
ડેલીસ્ટારના અહેવાલ પ્રમાણે, આ જગ્યા સ્કોટલેન્ડના સ્ટર્લિંગમાં આવેલી છે. અહીંયા બોનીબ્રિજ પર આકાશમાં લોકોએ રહસ્યમય એરક્રાફ્ટ જોયું હોવાનો દાવો કર્યો છે. અહીંના લોકોનો દાવો છે કે, તેમણે યુએફઓને ખૂબ જ નજીકથી જોયું છે અને છેલ્લા 20 વર્ષથી આવી ઘટના બનતી આવે છે. અહીં લોકો આકાશમાં ક્રોપ સર્કલ્સ અને વિચિત્ર વસ્તુઓ જોવા મળ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. તેટલું જ નહીં, અફવા તો એ પણ છે કે, એલિયન્સ અહીંથી લોકોનું અપહરણ કરીને લઈ જાય છે. આ મામલે સ્થાનિક કાઉન્સિલર બીલિ બુચાનને સરકારી તપાસની માગ કરી છે.
દાવા પાછળ કેટલું સત્ય છે?
અહીંયા આ પ્રકારની ઘટના વર્ષ 1992થી થાય છે. બિલી બુચાનના જણાવ્યા પ્રમાણે, કેટલીયવાર યુએફઓ વિશેષજ્ઞ તપાસ માટે આવી ચૂક્યા છે પણ કોઈપણ આકાશમાં જોવા મળતી વિચિત્ર વસ્તુઓ મામલે કંઈ કહી શક્યું નથી. આ દાવાઓની સત્યતા અંગે કંઈ કહી શકાય તેમ નથી. કેટલીક કંપનીઓનું કહેવું છે કે, લોકો એલિયન્સ દ્વારા અપહરણના નામે લોકો કેટલાયે અઠવાડિયા તો કેટલીકવાર વર્ષો સુધી ગાયબ રહ્યા હતા. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે તેમના પર લીલા રંગના પ્રાણીઓએ પ્રયોગો કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર