મહિલાનો સનસનીખેજ દાવો, એલિયન્સે બંધક બનાવી શરીરમાંથી કાઢી લીધા એગ્સ, હાઇબ્રિડ બાળકો તૈયાર કરશે

મહિલાએ સાબિતી પણ આપી (Credit- TikTok)

Aliens and UFO news- મહિલાનો આ દાવો અને તેનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે

 • Share this:
  અત્યાર સુધી આપણે ઘણા વૈજ્ઞાનિકોની રિસર્ચ એલિયન્સને (Science Research on Aliens) લઇને વાંચી છે. ઘણા રિસર્ચમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે એલિયન્સ (Aliens and UFO news) કેટલાક વર્ષોમાં ધરતી ઉપર પણ આવી જશે. બીજી તરફ એક મહિલાએ એવો દાવો કર્યો છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. મહિલાનું કહેવું છે કે એલિયન્સે તેના ઘરમાં આવીને તેને બંધક બનાવી અને તેના શરીરમાંથી એગ્સ (Woman claims she abducted by aliens) કાઢી લીધા છે.

  શીરા લુમિરા રિજ્વાઇસ (Sheera Lumira Rejoice) નામની આ મહિલાએ TikTok વીડિયો દ્વારા પોતાનો અનુભવ દુનિયા સામે રાખ્યો છે. તેણે જણાવ્યું કે એલિયન્સ તેના ઘરે આવ્યા હતા અને તેને બંધક બનાવીને એગ્સ કાઢી લીધા અને હાઈબ્રિડ બાળકોને જન્મ આપવા માટે ચાલી નીકળ્યા હતા. મહિલાનો આ દાવો અને તેનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

  આ પણ વાંચો - Viral Video: પ્રજનન માટે નીકળ્યા 5 કરોડ નરભક્ષી કરચલાઓ, રસ્તો જામ કરી નાખ્યો!

  3 વર્ષ પહેલા એલિયન્સ કાઢી લીધા Eggs

  મહિલાનો દાવો છે કે તેના શરીરમાંથી એલિયન્સે એગ્સ એટલા માટે કાઢી લીધા કારણ કે તે હાઇબ્રિડ બાળકો ઇચ્છે છે. શીરા લુમિરાએ વીડિયો દ્વારા જણાવ્યું કે તેની સાથે આ ઘટના 3 વર્ષ પહેલા 2018માં થઇ હતી. વાયરલ વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે તે ઘરમાં કાઉચ પર ઉંઘી રહી હતી ત્યારે દરવાજા તરફથી માણસો જેવો એક અજીબોગરીબ પડછાયો જોવા મળ્યો હતો. આ સમયે એલિયન્સે તેના શરીરમાંથી એગ્સ કાઢી લીધા હતા.

  આ પણ વાંચો - ખતરનાક માછલી જેના મોઢામાં છે 555 દાંત, બ્લેડથી પણ વધુ ધારદાર

  મહિલાએ આપી સાબિતી

  મહિલાએ જણાવ્યું કે જ્યારે તે પોતાની સમસ્યાનું સમાધાન પૂછવા માટે એક જાદુગર પાસે ગઈ તો તેને આ વિશે જાણ થઇ હતી. મહિલાનું કહેવું છે કે અલ્ટ્રાસાઉન્ડમાં પણ તેની ઓવરીથી સ્ક્રેચના નિશાન મળ્યા છે. શીરા બતાવે છે કે આ અનુભવ પછી તેણે પોતાની લાઇફસ્ટાઇલ પણ ઘણી બદલી છે. તેની આ કહાની સાંભળીને લોકોએ અલગ-અલગ એક્સપીરિયન્સ આપ્યા છે. એક યૂઝરે કહ્યું કે આ અનુભવ સ્લીપ પેરાલિસિસ છે. આ ઘણી વખત લોકો સાથે થાય છે. એક અન્ય યૂઝરે લખ્યું ચુટકી લેતા કહ્યું કે તેમણે તમારું મગજ પણ લઇ લીધું છે.
  Published by:Ashish Goyal
  First published: